તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી જિલ્લામાં 2 ઇંચ વરસાદ પડ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

છેલ્લા24 કલાકમાં નવસારી સહિત સમગ્ર જિલ્લામાં એકથી બે ઈંચ વરસાદ પડ્યો હતો. નવસારીમાં જ્યાં છેલ્લા 25 દિવસમાં માત્ર 2 ઈંચ વરસાદ પડ્યો હતો ત્યાં છેલ્લા 24 કલાકમાં 2 ઈંચ વરસાદ પડી ગયો હતો.

છેલ્લા 25 દિવસથી માત્ર નવસારી શહેર-તાલુકો નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં નોંધનીય વરસાદ પડ્યો હતો અને મેઘરાજા આરામ ફરમાવી રહ્યા હતા. નવસારી શહેર તાલુકામાં તો છેલ્લા 25 દિવસમાં માત્ર 2 ઈંચ વરસાદ પડ્યો હતો. જોકે ગત મોડી રાત્રિથી વાતાવરણ પલટાયું હતું. નવસારી પંથકમાં મોડી રાત્રિએ ઝાપટુ પડ્યું હતું ત્યારબાદ વહેલી સવારે પણ ઝાપટા પડ્યા હતા.

જલાલપોર તાલુકામાં પણ આજ સ્થિતિ હતી. આજે બુધવારે સાંજે 4 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન નવસારીમાં 49 મિ.મિ. (2 ઈંચ) અને જલાલપોરમાં 25 મિ.મિ. (1 ઈંચ) વરસાદ પડ્યો હતો. સારા વરસાદને કારણે નવસારી પંથકમાં માર્ગો ઉપર સાધારણ પાણી ભરાયા હતા. કેટલાય દિવસો બાદ વિજલપોરના રેલવે ગરનાળામાં પાણી ભરાતા રેલવે ફાટકે ટ્રાફિક જામની સ્થિતિ અવારનવાર સર્જાઈ હતી.

છેલ્લા 24 કલાકના વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ તાલુકાવાર જોતા નવસારીમાં 940 મિ.મિ., જલાલપોરમાં 879 મિ.મિ., ગણદેવીમાં 1124 મિ.મિ. ચીખલીમાં 1247 મિ.મિ., વાંસદામાં 1426 મિ.મિ. અને ખેરગામમાં 1628 મિ.મિ. વરસાદ થઈ ગયો છે.

ચીખલીમાં 34, વાંસદા અને ખેરગામમાં 31 મિ.મી વરસાદ

નવસારી-જલાલપોરતાલુકાની સાથે જિલ્લાના અન્ય તાલુકામાં પણ મેઘમહેર થઈ હતી. છેલ્લા 24 કલાક દરમિયાન ગણદેવીમાં 34 મિ.મિ., ચીખલીમાં 45 મિ.મિ., વાંસદામાં 31 મિ.મિ. અને ખેરગામ તાલુકામાં પણ 31 મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

દિવસ દરમિયાન તાપમાન અને ભેજના પ્રમાણમાં ફેરફાર

છેલ્લા24 કલાકમાં નવસારીમાં પડેલા વરસાદને કારણે તાપમાન અને ભેજના પ્રમાણમાં ફેરફાર થયો હતો. વરસાદની ગેરહાજરીમાં તાપમાનમાં વધારો થયો હતો અને પારો 30.8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. આજે એક દિવસમાં પારો બપોરે નીચે ઉતરી 26.2 ડિગ્રી ઉપર સ્થિર થયો હતો. સવારે લઘુત્તમ તાપમાન આજે 21 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનુ પ્રમાણ સવારે 98 ટકા અને બપોરે 85 ટકા રહ્યું હતું. પવન સરેરાશ 4.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશઆએ ફૂંકાયો હતો.

વરસાદને કારણે નવસારીના માર્ગો પર ભરાયેલા સાધારણ પાણી. તસવીર-રાજેશરાણા

ફરી આગમન | જ્યાં 25 દિવસમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો ત્યાં 24 કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો

વરસાદના કારણે વિજલપોર રેલવે ગરનાળામાં પાણી ભરાતા ફાટક પર ટ્રાફિકજામની સ્થિતિ ઊભી થઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો