નવસારી પાલિકા વહેલો વેરો ભરનારને 10 ટકા વળતર આપશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીશહેરમાં મિલકતવેરો વહેલો ભરનારને 10 ટકા વળતર નગરપાલિકા આપશે.

નવસારી નગરપાલિકા દર નાણાંકીય વર્ષ (એપ્રિલથી માર્ચ) દરમિયાનના વેરામાંગણા બીલ શહેરના મિલકતધારકોને આપે છે. માંગણાબીલના અનુસંધાને કેટલાક મિલકતધારકો વહેલા બીલ ભરે છે તો કેટલાક મિલકતધારકો થોડો મોડા બીલ પે કરે છે. નિર્ધારિત સમયમાં બીલ નહીં ભરનારના પાલિકા નળ, ડ્રેનેજ કનેકશન કાપી નાંખવાના શિક્ષાત્મક પગલાં પણ કોઈક વખત લે છે. જોકે બીલ વહેલા ભરનારને પ્રશંસા કરવાની પાલિકામાં આજદિન સુધી નીતિ હતી. જોકે હવે પાલિકાએ વહેલી બીલ ભરનારને વધાવી લઈ વળતર આપવાની નીતિ બનાવી છે.

નવી નીતિ અનુસાર વેરા માંગણાબીલની નોટીસ મળ્યાના 1 માસના સમયગાળામાં બીલ ભરનારને 10 ટકા વળતર આપવામાં આવશે ત્યારબાદ 2 માસમાં બીલ ભરનારને દંડ યા વળતર નહીં અપાશે ! પરંતુ જો નોટીસ મળ્યાના 3 માસ પછી જો મિલકતધારક વેરો ભરે તો 18 ટકા દંડનીય વ્યાજ વસૂલ લેવામાં આવશે. તાજેતરમાં મળેલી નવસારી પાલિકાની એક્ઝિક્યુટીવ કમિટીમાં નિર્ણય લેવાયો હતો. આગામી દિવસોમાં સામાન્ય સભાની મંજૂરી બાદ સરકારની મંજૂરી મળતા નવો નિયમ અમલી બનશે એમ જાણવા મળ્યું છે.

પાલિકાની એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેન પ્રેમચંદ લાલવાણીએ જણાવ્યું કે નવી નીતિથી મિલકતધારકોને વહેલો વેરો ભરવાનું પ્રોત્સાહન મળશે.

મોડો વેરો ભરનારને 18 ટકા દંડ થશે

પાલિકાની એક્ઝિક્યુટીવ કમિટીમાં નિર્ણય

અન્ય સમાચારો પણ છે...