• Gujarati News
  • National
  • વિજલપોર શહેરના મુખ્ય માર્ગનું વૃક્ષારોપણથી બ્યુટીફિકેશન કરાયું

વિજલપોર શહેરના મુખ્ય માર્ગનું વૃક્ષારોપણથી બ્યુટીફિકેશન કરાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજલપોરનાંમુખ્યમાર્ગમાં વૃક્ષારોપણ કરી બ્યુટીફિકેશન કરાશે. અગાઉ આશાપુરી માર્ગ ઉપર ડીવાઇડર અને એલઇડી લાઇટથી સૂરત બદલવામાં આવી હતી.

વિજલપોર શહેરમાં ત્રણ મુખ્ય માર્ગ છે.જેમાં રેલવે ફાટકથી આશાપુરી તરફ જતો આશાપુરી માર્ગ, નવસારી કોટનમીલથી એરૂ જતો દાંડીમાર્ગ તથા શિવાજીચોકથી વિઠ્ઠલ મંદિર તરફ જતા માર્ગનો સમાવેશ થાય છે.આ ત્રણેય માર્ગમાં આશાપુરી માર્ગ ઉપર સૌથી વધુ ટ્રાફિક હોય છે.માર્ગ ઉપર ટ્રાફિક વધુ પ્રમાણમાં હોવાને કારણે અગાઉ નગરપાલિકાએ ટ્રાફિકનાં કંટ્રોલ માટે માર્ગની વચ્ચે ડીવાઇડર બનાવ્યા હતા.આ માર્ગ ઉપર પાલિકાએ એલઇડી લાઇટ પણ લગાવી હતી.હવે આજ આશાપુરી માર્ગની સૂરત બદલવા વધુ એક પગલું નગરપાલિકાએ લીધું છે.

નગરપાલિકાએ શિવાજીચોકથી આશાપુરી મંદિર સુધીનાં માર્ગ ઉપર ડીવાઇડરની જગ્યાએ વૃક્ષારોપણ કર્યું છે. ફેક્સીકમ પામના વૃક્ષનું રોપણ કર્યું છે.આ વૃક્ષોને ઢોર કે પછી અન્ય જાનવર ખાતા નથી.જેને લઇને વૃક્ષો જળવાઇ રહેશે.માર્ગની વચ્ચે વૃક્ષો હોય માર્ગની સુંદરતા વધશે. બીજું કે વૃક્ષોને લઇ પર્યાવરણનું સંતુલન પણ જળવાશે.જોકે પાલિકા વૃક્ષોનું જતન કરે જરૂરી છે. હાલ તો આશાપુરી માર્ગ ઉપર ડીવાઇડર, એલઇડી અને હવે વૃક્ષોનાં રોપણથી સિકલ બદલાઇ ગઇ છે.

વિજલપોરનાં મુખ્યમાર્ગ આશાપુરી માર્ગ ઉપર બ્યુટીફિકેશન માટે કરાયેલ વૃક્ષારોપણ.

ડિવાઇડર, એલઇડીથી આશાપુરી માર્ગની સૂરત બદલાઇ

અન્ય સમાચારો પણ છે...