તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં આઇટીનો સરવે બીજા દિવસે પણ જારી રહ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીનાહિરાના વેપારીને ત્યાં શરૂ કરાયેલા આવકવેરાનો સરવે આજે શુક્રવારે બીજા દિવસે પણ જારી રહ્યો હતો. મોડી સાંજ સુધી કાળા નાણાંની કબૂલાતનો આંક બહાર આવ્યો હતો.

નવસારીના જાણીતા હિરાના વેપારી અને નવસારી ડાયમંડ મરચન્ટ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્ર ઉર્ફે રાજુ દેરાસરીયાને ત્યાં ગઈકાલે ગુરૂવારથી નવસારી આવકવેરા ટીમે આવકવેરા સરવેની કામગીરી શરૂ કરી હતી. રાજુ દેરાસરીયાનો હિરાનો ધંધો તથા બાંધકામ ઉદ્યોગની આવક તથા તેના હિસાબોની ચકાસણી શરૂ કરી હતી. નવસારી અને વિજલપોરમાં કુલ બે મોટા બાંધકામ સાથે તેઓ સંકળાયેલા હોઈ તેની ચકાસણી પણ હાથ ધરાયાની એક જાણકારી બહાર આવી હતી. ગુરૂવારે દિવસે અને રાત્રે પણ સરવેની કામગીરી જારી રહી હતી.

આજે શુક્રવારે આવકવેરા સરવે દરમિયાન કાળા નાણાંનો આંક બહાર આવવાની માર્કેટમાં સૌ શક્યતા જોઈ રહ્યા હતા. જોકે આધારભૂત સૂત્રોમાંથી મળતી જાણકારી મુજબ શુક્રવારે પણ સરવેની કામગીરી જારી રહ્યાનું જાણવા મળ્યું હતું. જેને લઈને શુક્રવારે મોડી સાંજ સુધી કબૂલાતનો આંક જાણવા મળ્યો હતો.

સતત બીજા દિવસે પણ આવકવેરા સરવેની કામગીરી જારી રહેતા તથા આંક બહાર આવવા સંદર્ભે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. ડિસ્કલોઝરના આંકને લઈ કામગીરી વધુ ચાલી કે અન્ય કોઈ કારણ છે તે બાબતે ચોક્કસ જાણી શકાયું હતું.

કાળાં નાણાંના આંકનું સસ્પેન્સ યથાવત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો