તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં મોદીના કાર્યક્રમને લઈને પડતર માર્ગ નવો બનશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીમાંપીએમ મોદીની મુલાકાતને લઈ પડતર રહેલા રસ્તાઓ રાતોરાત નવા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે.

દિવ્યાંગ મેળા કેમ્પ 17મી સપ્ટેમ્બરે નવસારીમાં યોજાશે. કાર્યક્રમમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીમાં આવી રહ્યા છે. મોદી નવસારી પધારી રહ્યાની જાહેરાત થતા જિલ્લા વહીવટીતંત્ર દોડતુ થયું છે. કાર્યક્રમ જમાલપોર નજીકના સાંઈ ગરબા ગ્રાઉન્ડ ઉપર થશે. ત્યારે વિસ્તારને ઠીકઠાક કરવા તંત્ર લાગી પડ્યું છે. ખુલ્લી ગટરની સફાઈ થઈ રહી છે. ચોમાસામાં ખાડા પડી ગયેલા રોડને ઠીકઠાક કરાઈ રહ્યા છે. ગ્રાઉન્ડ ઉપર વિશાળ ડોમ બનવાની શરૂઆત થઈ ગઈ છે. વીરાંજલી માર્ગ અને પારસી હોસ્પિટલને જોડતો આશરે 400 મીટરનો રોડ પાલિકાની ટીપી સ્કિમમાં અગાઉ મુકવામાં આવ્યો હતો. જોકે રોડ એક યા બીજા કારણે બનાવવામાં આવ્યો હતો. હવે પીએમ મોદીના કાર્યક્રમને લઈ રોડની ઉપયોગીતા જણાતા પાલિકાએ તાબડતોડ નવો રોડ બનાવવાની શરૂઆત કરી દીધી છે.

ટીપીનો માર્ગ બનાવવાની શરૂઆત થઇ હતી. તસવીર-ભદ્રેશનાયક

ટીપી સ્કિમના માર્ગ તાબડતોડ બનાવવાની શરૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો