તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જલાલપોરમાં 6 કલાકમાં 5 ઈંચ ઝીંકાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવસારીઅને જલાલપોર તાલુકાના કેટલાક ભાગોમાં ગત મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. જલાલપોર તાલુકામાં તો 6 કલાકમાં 5 ઈંચ પાણી પડ્યું હતું.

લગભગ છેલ્લા 25 દિવસમાં નવસારી સહિત સમગ્ર જિલ્લામાં ખુબ ઓછો વરસાદ પડ્યો હતો. જોકે ગઈકાલ મંગળવારની રાત્રિથી વાતાવરણ પલટાયું હતું. મંગળવાર અને બુધવાર દિવસે પણ નવસારી-જલાલપોર તાલુકામાં સારો વરસાદ પડ્યો હતો. ગઈકાલે બુધવારે દિવસે થોડો વરસાદ પડ્યા બાદ ગત સાંજ અને મધ્યરાત્રિ સુધી ખાસ વરસાદ પડ્યો હતો. જોકે ગત બુધવારની મધ્યરાત્રિ બાદ પુન: વાતાવરણ પલટાયું હતું.

ગતરાત્રે 12 વાગ્યા બાદ નવસારી અને જલાલપોર તાલુકાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 12 વાગ્યે શરૂ થયેલો વરસાદ આજે ગુરૂવારે સવારે લગભગ 6 વાગ્યા સુધી સમયાંતરે પડતો રહ્યો હતો. થોડો સમય ધોધમાર તો થોડો સમય ગતિ ધીમી થઈ હતી. રાત્રે 12 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીના માત્ર 6 કલાકના ટૂંકાગાળામાં જલાલપોર તાલુકામાં તો 5 ઈંચ જેટલો ભારે વરસાદ પડી ગયો હતો. આજ સમયગાળામાં નવસારી શહેરમાં 52 મિ.મિ. (2 ઈંચ) વરસાદ પડ્યો હતો.

જલાલપોર તાલુકામાં મોડી રાત્રે ભારે વરસાદ પડતા વિજલપોર શહેરના કેટલાક રહેણાંક વિસ્તારો મારૂતીનગર, રોયલપાર્ક, સિટી ગાર્ડન, રેલવે ફાટક સામેના પ્રાથમિક શાળા કંપાઉન્ડમાં પાણી ભરાયા હતા. કેટલાક માર્ગો ઉપર પણ પાણી ભરાયા હતા, જે ક્રમશ: ઉતરી ગયા હતા. નવસારીમાં ખાસ પાણી ભરાયા હતા. નવસારી અને જલાલપોર તાલુકામાં જોકે આજે બુધવારે દિવસ દરમિયાન નહીંવત વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન નવસારી અને જલાલપોર તાલુકામાં નહીં જિલ્લાના અન્ય તાલુકામાં પણ મેઘમહેર થઈ હતી. હાલના વરસાદથી કોઈ જાનહાનિ યા મોટી નુકસાની થયાના અહેવાલ સાંપડ્યા હતા.

વિજલપોર ગરનાળામાં પાણી

એકદિવસ અગાઉ પડેલા વરસાદથી વિજલપોરના રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા. ગત મોડી રાત્રે પુન: વિજલપોરમાં ધોધમાર વરસાદ પડતા રેલવે ગરનાળુ પાણીથી તરબતર થઈ ગયું હતું. રેલવે ગરનાળામાં પાણીનો ભરાવો થતા ત્યાંથી વાહનોની અવરજવર બિલકુલ બંધ થઈ ગઈ છે. જેને લઈને વિજલપોર રેલવે ફાટકે વાહનોનો ધસારો વધી ગયો છે અને ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે.

જિલ્લાનો વરસાદ

તાલુકા 24 કલાક કુલ

નવસારી60 1050

જલાલપોર 124 1003

ગણદેવી 68 1202

ચીખલી 56 1303

વાંસદા 8 1434

ખેરગામ 40 1668

ખેતી અને ભૂગર્ભ જળને ફાયદો

નવસારીજિલ્લામાં પુન: શરૂ થયેલા વરસાદને લોકો આવકારી રહ્યા છે. વરસાદ ફાયદાકારક હોવાનું મનાય છે. નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારી સી.ડી. ચૌધરીએ જણાવ્યું કે છેલ્લા બે દિવસનો વરસાદ ડાંગર ઉપરાંત એકંદરે ખેતીને ફાયદાકારક છે. ડાંગરના પાછલા રોપાણ માટે તો ખુબ સારો છે. બીજુ કે વરસાદથી ભૂગર્ભ જળની સપાટીમાં પણ વધારો થશે, જે પણ લોકો માટે ફાયદાકારક છે.

વીજલપોરના મારૂતીનગર, રોયલપાર્ક, સિટી ગાર્ડન, રેલવે ફાટક સામેના પ્રાથમિક શાળા કંપાઉન્ડમાં પાણી ભરાયા

ચીખલી પંથકમાં 77 મિ.મિ વરસાદ પડતા ખેડૂતોને રાહત

કુકેરી| ચીખલીવિસ્તારમાં વરસાદના લાંબા વિરામ અને છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બુધવારે રાત્રિથી વરસાદનું બીજા રાઉન્ડનું આગમન થયું હતું. બુધવારે 1 ઈંચ વરસાદ બાદ ગતરાત્રિથી ગુરૂવારે બપોરના 12 વાગ્યા બાદ 77 મિ.મિ. વરસાદ વરસ્યો હતો. વહેલી સવારમાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર માર્ગો પરથી વરસાદના પાણી વહેતા થઈ ગયા હતા. સાથે ખેતરોમાંથી પણ પાણી વહેતા થતા ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતોને મોટી રાહત થવા પામી હતી. સતત બે દિવસથી વરસાદને પગલે ફરી વરસાદી માહોલ જામ્યો છે. ચીખલીનો કુલ 52 ઈંચ વરસાદ સિઝનનો નોંધાયો છે.

મોડી રાતના ભારે વરસાદને કારણે વિજલપોરના પૂર્વ વિભાગના કેટલાક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વિજલપોર રેલવે ગરનાળામાં ભરાયેલા પાણી. તસવીરભાસ્કર

મોડી રાત્રિએ જલાલપોર તથા નવસારીમાં પડેલા ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા

છેલ્લા 25 દિવસના લાંબા વિરામ બાદ મેઘરાજોએ ફરી નવસારી પંથકમાં ધમાકેદાર અન્ટ્રી કરી

બીલીમોરા| બીલીમોરા પંથકમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગણેશોત્સવ સાથે શરૂ થયેલા વરસાદે જાણે ગણપતિ પાસે પોતાની હાજરી પુરાવી હતી. બે દિવસથી રાત્રિ દરમિયાન શરૂ થતો વરસાદ સવારે 11 વાગ્યા સુધી પડે છે પરંતુ પછી તેનું જોર શાંત થઈ જાય છે. છેલ્લા 24 કલાકમાં 112 મિ.મિ. એટલે કે સાડા ચાર ઈંચ જેટલું પાણી પડ્યું હતું. તેની સાથે મોસમનો કુલ વરસાદ 1200 મિ.મિ. એટલે કે 48 ઈંચ નોંધાયો છે. બીલીમોરામાં અંડરગ્રાઉન્ડમાં પાણી ભરાતા નાના વાહનોએ પણ ફાટકના રસ્તે જવું પડ્યું હતું. 45 મિનિટ જેટલો સમય ફાટક બંધ રહેતા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.

બીલીમોરામાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો