તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી ડાયમંડ એસો.ના પ્રમુખને ત્યાં આઇટીની રેઇડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવસારીનાજાણીતા હિરાના વેપારી અને નવસારી ડાયમંડ એસો.ના પ્રમુખ રાજેન્દ્ર દેરાસરીયાને ત્યાં ગુરૂવારે આવકવેરા વિભાગે સર્ચની કાર્યવાહી શરૂ કરી હતી.

નવસારી શહેરને સુરતની જેમ ડાયમંડ નગરી પણ કહેવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં હિરાના કારખાના છે અને હજારો લોકો હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. હિરા ઉદ્યોગમાં રાજેન્દ્ર યા રાજુ દેરાસરીયા એક જાણીતું નામ છે. દેરાસરીયા હિરાના મેન્યુફેકચરિંગ અને હિરાના ટ્રેડિંગ સાથે પણ સંકળાયેલા છે. આજે ગુરૂવારે બપોરના સમયે નવસારી આવકવેરા વિભાગની ટીમ રાજુ દેરાસરીયાની નવસારી શહેરના શાંતાદેવી રોડ ઉપર રૂબી કોમ્પલેક્સમાં આવેલી ઓફિસમાં પહોંચી સરવેની કામગીરી શરૂ કરી હતી. રાજુભાઈને ત્યાં ઈન્કમટેક્સની રેડ પડ્યાની જાણકારી ફેલાતા સમગ્ર હિરા ઉદ્યોગમાં ચકચાર મચી ગઈ હતી. રાજુભાઈ તેમના કેટલાક ભાગીદારો સાથે હિરા ઉદ્યોગમાં તથા કેટલાક સમયથી બાંધકામ ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.

જેને લઈને આવકવેરા વિભાગની ટીમે તેમના તમામ ધંધાને લગતા દસ્તાવેજો, બેંકિંગ માહિતી, રોકડની લેવડદેવડ વગેરે ચકાસણી હાથ ધર્યાની માહિતી પ્રાપ્ત થઈ છે. આવકવેરાના સરવેમાં રાજુ દેરાસરીયાની સાથે તેના હિરા ઉદ્યોગમાં તથા બાંધકામ ઉદ્યોગમાં પાર્ટનર રહેલાઓ પણ ઝપેટમાં આવ્યાની જાણકારી છે. આવકવેરા વિભાગ સમક્ષ કેટલા કાળા નાણાં પકડાઈ તેનો આંક આવતીકાલે શુક્રવારે બહાર આવવાની શક્યતા છે. સરવેની કામગીરી રાત્રે પણ ચાલવાની શક્યતા છે. અહીં ઉલ્લેખનીય છે કે રાજુ દેરાસરીયા હાલ નવસારી ડાયમંડ મરચન્ટ એસો.ના પ્રમુખ છે. તેઓ ભૂતકાળમાં ભાજપની ટિકિટ ઉપર ચૂંટણી લડી નવસારી પાલિકાના કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે.

રાજુ દેરાસરીયા હીરા સાથે બાંધકામ ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો