તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનને કથામાં પરોવ્યું છે તેનું કલ્યાણ થાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | વેસ્મા વિભાગ વૈદકીય રાહત મંડળ વેસ્મા સંચાલિત અમૃતલાલ દેસાઇ જનરલ હોસ્પિટલ વેસ્માના લાભાર્થે અત્રેનાં ડોંગરેજી મહારાજ સત્સંગ હોલ રામજી મંદિર નવસારીમાં છેલ્લાં 7 દિવસથી ચાલી રહેલી શિવ કથા પ્રેમયજ્ઞને કથાકાર ભરતભાઇ વ્યાસે વિરામ આપ્યો હતો. શિવકથા વિરામ પ્રસંગે કથાના મુખ્ય યજમાન મહેશભાઇ રૂપારેલીયા પરિવારે પોથીપૂજન વ્યાસપૂજા કરી બાપુનું શાલ પુષ્પમાળાથી સન્માન કર્યુ હતુ. શિવકથામાં પધારેલાં શ્યામ મહારાજ, સત્સંગ મંડળના સ્વામીજી ઉમેશ્વરદેવ, વીરવાડી હનુમાનજીના મહંત ગોકુળદાસ તથા કથામાં સહયોગ આપનારા દાતાઓ, મંદિરના ટ્રસ્ટીઓ, મહેમાન અતિથિઓ, સંગીતવૃંદનું બહુમાન કર્યુ હતુ. કથા વિરામ પ્રસંગે બાપુએ કહ્યું કે સંસારમાં મોટામાં મોટું તીર્થ મન છે. લોભ ઓછો થાય, ચિત્તની શુધ્ધિ થાય, મનની શુધ્ધિ થાય એ મુક્તિ છે. જેણે મનને કથામાં પરોવ્યું છે. તેનું કલ્યાણ થાય છે. મન એજ બંધન મુક્તિનું કારણ છે.

અન્ય સમાચારો પણ છે...