તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Vesma
 • નવસારી પાલિકાએ શહેરમાં ગંદકી કરનારને દંડ કરવાની શરૂઆત કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી પાલિકાએ શહેરમાં ગંદકી કરનારને દંડ કરવાની શરૂઆત કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવસારીપાલિકાએ સ્વચ્છતા મિશન અંતર્ગત ગંદકી કરનારાઓને દંડ કરવાની કામગીરી શરૂ કરી છે. જોકે ટાવર વિસ્તારમાં બાબતે બબાલ પણ થઈ હતી.

હાલ આખા દેશમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત સફાઈ ઝૂંબેશ ચાલી રહી છે. નવસારી શહેર પણ તેમાં જોડાયું છે. અંતર્ગત નવસારીમાં તો સફાઈ અંગેની હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે. હેલ્પલાઈનની સાથોસાથ હવે સફાઈની દરકાર રાખનારા અને ગંદકી કરનારાઓને દંડ ફટકારવાની શરૂઆત પણ કરી છે.

મળતી માહિતી મુજબ પ્રથમ તબક્કે નવસારીમાં છાપરા રોડ વિસ્તાર, સ્ટેશન રોડ, ટાવરથી નગરપાલિકા સુધીના વિસ્તારમાં પાલિકા દ્વારા સરવે હાથ ધરાયો હતો. જેમાં કચરાપેટી બહાર કચરો નાંખનારા, દુકાનોની બહાર કચરો નાંખનારા યા અન્ય રીતે ગંદકી ફેલાવનારાઓને રોકડ દંડ કરાયો હતો. બે દિવસમાં 28 જણાંને દંડ ફટકારાયાની જાણકારી મળી હતી.

આમ તો મહત્તમ લોકોએ દંડ ભરવાની તૈયારી બતાવી દીધી હતી. જોકે ટાવર વિસ્તારમાં બબાલ થયાની પણ જાણકારી મળી હતી. એક દુકાનની બહાર કચરા બાબતે દંડ ભરવાનું જણાવાતા વેપારીએ નનૈયો ભણી સામે આક્ષેપબાજી કરી હતી. જેને લઈ મામલો પાલિકા ઉચ્ચ અધિકારી સમક્ષ ગયો હતો. જોકે પાલિકા દંડ વસૂલી શકી હતી.

ટાવર વિસ્તારમાં દંડ કરવા બાબતે વેપારી સાથે બબાલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો