તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પોલીસની ઢીલી કામગીરી

પોલીસની ઢીલી કામગીરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસની ઢીલી કામગીરી

વહેલીસવારેડાભેલમાં પોલીસ ઉપર થયેલા હુમલા પછીના ગણતરીના કલાકોમાં નવસારી જિલ્લાની પોલીસ ડાભેલમાં ખડકી દેવામાં આવી હતી. સુરત તથા વલસાડ પોલીસ અને એસઆરપીને પણ તેમાં સામેલ કરાઈ હતી. પરંતુ પોલીસને ડાભેલ ગામે તથા વેસ્મા પોલીસ ચોકી વિસ્તારમાં રોકી રખાયા હતા. તાત્કાલિક કોમ્બિંગ નહીં કરાતા આરોપીઓને ફરાર થવામાં સફળતા મળી હતી. મોડીસાંજે જ્યારે કોમ્બિંગની તૈયાર કરવામાં આવી હતી. ત્યારપછી પણ તે માત્ર દેખાડો કરાયો હોય તેમ ગામમાં પરેડ કરીને પોલીસ જવાનો પરત થયા હતા. તેના બદલામાં સ્થાનિક આગેવાનોએ ચાર જેટલા આરોપીઓને પોલીસને સોંપી દીધા હતા. પોલીસે તેનો સંતોષ માની તેનો કબજો લીધો હતો.