તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીના 279 ATM માંથી મોટા ભાગના બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીજિલ્લામાં 279 જેટલા બેંકિંગ એટીએમમાંથી મહત્તમ એટીએમ (200થી વધુ) બંધ રહેતા લોકોની હાલાકિ વધી છે.

બેંકિંગ ક્ષેત્રમાં જ્યારથી એટીએમ મશીનો આવ્યા ત્યારથી લોકોને ખાસ કરીને ગમે ત્યારે નાણાં ઉપાડવામાં સરળતા રહી છે. જોકે હાલમાં છેલ્લા 20 દિવસથી રૂ. 500-1000ની નોટ બંધ કરાયા બાદ પ્રથમ વખત ઘણાં બધા એટીએમ મશીનો પણ શોભાના ગાંઠિયા બની ગયા છે. છેલ્લા અઠવાડિયાથી તો નવસારી જિલ્લામાં એટીએમની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે.

એટીએમ અંગેની આંકડાકીય વિગતો જોઈએ તો નવસારી જિલ્લામાં કુલ 279 એટીએમ છે. જેમાં જિલ્લામાં 61 શાખા ધરાવતા બેંક ઓફ બરોડાના સૌથી વધુ 79 એટીએમ છે ત્યારબાદ 22 લાખા ધરાવતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના 58, એચડીએફસી બેંકના 31, દેનાબેંકના 16 એટીએમ છે. છેલ્લા કેટલાક દિવસોની વાત કરીએ તો જિલ્લામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ઘણા એટીએમ કાર્યરત છે. એસબીઆઈ સિવાયના એકલ દોકલ એટીએમ ચાલુ છે. આમ કુલ 279 એટીએમમાંથી 200થી વધુ એટીએમ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે.

એટીએમ મશીનો બંધ રાખવા પાછળ મુખ્ય કારણ કેશની તંગી છે. રૂ. 100ના દરની નોટોની તો ઘણી તંગી છે. મહત્તમ એટીએમમાં કેશ લોડ કરી શકાતા હાલત બગડી છે. કેશની અછત ક્યારે દૂર થશે અને એટીએમ ક્યારે રાબેતા મુજબ કાર્યરત થશે અંગે કોઈ કહી શકતું નથી !

બે દિવસ બાદ પુન: ધસારો

શનિવારઅને રવિવારે બેંકો બંધ રહ્યો બાદ સોમવારે નવસારી પંથકમાં બેંકો ખુલી હતી. એટીએમ તો મહત્તમ બંધ હોય ત્યાં તો કતાર હતી પરંતુ ઘણી બેંકોમાં આજે સવારથી લોકોની લાંબી કતાર લાગી ગઈ હતી.

માત્ર SBI સિવાય તમામ ATM પર નિરાશા

અન્ય સમાચારો પણ છે...