તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Vesma
  • ગણદેવી તાલુકામાં 49 ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર થતાં રાજકારણમાં ગરમાટો

ગણદેવી તાલુકામાં 49 ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર થતાં રાજકારણમાં ગરમાટો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
27 ડિસેમ્બરે નવસારી જિલ્લાની

311 ગ્રામપંચાયતોની ચૂંટણી


નવસારીજિલ્લાની કુલ 311 ગ્રામપંચાયતની ચૂંટણી આગામી 27મી ડિસેમ્બરના રોજ થશે. 27મીએ મતદાન થયા બાદ મતગણતરી 29મી ડિસેમ્બરના રોજ થશે.

નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગ્રા.પં.ની ચૂંટણીના કાર્યક્રમની રાહ જોવાઈ રહી હતી. ગ્રા.પં.ના સરપંચોની અનામત બેઠકોની સ્થિતિ અંગે એકાદ મહિના અગાઉ નવુ જાહેરનામુ પ્રસિદ્ધ થયું હતું. જાહેરનામુ પ્રસિદ્ધ થતા ખાસ કરીને સરપંચના દાવેદારોમાં સળવળાટ શરૂ થઈ ગયો હતો. કેટલાક ગામોમાં તો પેનલ પણ બનાવવાની શરૂઆત થઈ ગઈ હતી. સ્થિતિમાં ચૂંટણીના કાર્યક્રમના જાહેરનામાની રાહ જોવાતી હતી. આજે સોમવારે રાજ્ય ચૂંટણીપંચે રાજ્યભરની ગ્રા.પં.ની સાથે નવસારી જિલ્લાની પણ ગ્રા.પં.ની ચૂંટણીની જાહેરાત કરી દીધી હતી.

નવસારી જિલ્લામાં કુલ 311ગ્રા.પં.ની ચૂંટણી યોજાશે. જેમાં તાલુકાવાર જોઈએ તો નવસારીમાં 58, જલાલપોરમાં 53, ગણદેવીમાં 49, ચીખલીમાં 65, વાંસદામાં 64 અને ખેરગામની 22 ગ્રા.પં.નો સમાવેશ થાય છે.

જાહેર કાર્યક્રમ મુજબ 5મી ડિસેમ્બરે જાહેરનામાની પ્રસિદ્ધિ સાથે ઉમેદવારીપત્રકો ભરવાની શરૂઆત થશે. પત્રકો 10મી ડિસેમ્બર સુધી ભરી શકાશે. પત્રકો પરત ખેંચવાની તારીખ 14મી ડિસેમ્બર જાહેર થઈ છે. ચૂંટણી માટે મતદાન 27મી ડિસેમ્બર તથા મતગણતરી 29મી ડિસેમ્બરે કરાશે.

5 ડિસેમ્બરથી ઉમેદવારીપત્રકો ભરવાની શરૂઆત થશે

ગ્રામપંચાયતોની ચૂંટણીનું જાહેરનામંુ પ્રસિદ્ધ થતાં રાજકીય માહોલ ગરમાયો

અન્ય સમાચારો પણ છે...