તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અન્યાયી પગારધોરણ બાબતે પાલિકા કર્મચારીઓનો મોરચો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીજિલ્લાની ચારેય નગરપાલિકાના કર્મચારીઓએ પગારધોરણ બાબતે તેમને થતા અન્યાય અંગે મોરચો માંડી સરકારને આવેદનપત્ર પાઠવ્યુ છે.

જિલ્લાની ચારેય નગરપાલિકા (નવસારી, વિજલપોર, બીલીમોરા અને ગણદેવી)ના કર્મચારીઓએ આજે ગુરૂવારે નગરપાલિકાના કર્મચારીઓ સાથે પગારધોરણ બાબતે થતા અન્યાય સંદર્ભે જિલ્લા સેવાસદને મોરચો કાઢી એક આવેદનપત્ર નિવાસી વધારાના કલેકટર કે.એસ. વસાવાને પાઠવ્યું હતું. પાલિકાના કર્મચારીઓએ પોતાની રજૂઆત કરતા જણાવ્યું કે રાજ્ય સરકારના કોઈપણ વિભાગ કે બોર્ડ-નિગમોના કર્મચારીઓના પગારધોરણ મંજૂર કરતી વખતે નાણાંકીય પરિસ્થિતિ લક્ષમાં લેવાતી નથી પરંતુ કર્મચારીઓ માટે મહેકમ ખર્ચ જાળવવાની અન્યાયકર્તા શરત છે. મહેકમ ખર્ચની ટકાવારીને ધ્યાને લઈ દરખાસ્ત કરીને નિયામક પાલિકા પાસેથી પૂર્વમંજૂરી મેળવ્યા બાદ પગારધોરણ અમલી કરવાની અન્યાયી પ્રથા વર્ષોથી અમલમાં છે. નગરપાલિકાના કર્મચારીઓ સરકારના કોઈપણ વિભાગના કર્મચારીઓ કરતા વધુ કાર્યબોજ સહન કરે છે છતાં પગારધોરણની અન્યાયી પ્રથા તેમને માટે છે.

નગરપાલિકાના કર્મચારીઓએ માગ કરી છે કે દિવાળી સુધીમાં તેમને 7મા પગારધોરણના લાભો આપવા, સાથે અન્યાયકર્તા જોગવાઈઓ દૂર કરી સમાન કામ સમાન વેતનની જોગવાઈઓ મુજબ પગારધોરણના લાભો આપવાની ! કર્મચારીઓએ એવી ચીમકી પણ આપી છે કે જો સમયમર્યાદામાં તેમની માગ સ્વીકારાય તો સરકારની વધારાની કામગીરીના બહિષ્કાર સાથે ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરાશે.

આવેદન પાઠવતા પાલિકા કર્મીઓ.તસવીર-ભાસ્કર

પગારધોરણ મંજૂર કરતી વખતે નાણાકીય સ્થિતિ લક્ષમાં લેવાતી નથી

નવસારી જિલ્લાની ચારેય પાલિકાના કર્મચારીઓ ભેગા થયા

અન્ય સમાચારો પણ છે...