• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Vesma
  • નિયમનો ભંગ કરનાર ગલ્લાવાળા અને વાહનચાલકો સામે કાર્યવાહી

નિયમનો ભંગ કરનાર ગલ્લાવાળા અને વાહનચાલકો સામે કાર્યવાહી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં ટ્રાફિકને અડચણરૂપ લારીગલ્લાઓ અને પુરપાટ ઝડપે વાહન હંકારનારાઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

નવસારીમાં સેન્ટ્રલ બેંક પાસે જાહેર રસ્તાને લગોલગ લારી ઉભી રાખી લોકોને અડચણરૂપ બનનાર રાજેશ સોનકર, પિન્ટુભાઇ સોનકર સામે ટાઉન પોલીસે કાર્યવાહી કરી હતી.જ્યારે ગ્રામ્ય પોલીસે ધોળાપીપળા ઓવરબ્રીજ નીચે સર્વિસ રોડ ઉપર જાહેરમાં ટ્રક ઉભી રાખનાર હિતેશ રાઠોડ તથા બીલીમોરામાં વાઘરેચ રોડ ઉપર ધર્મેશભાઇ રાઠોડે પોતાની બાઇક પુરપાટ ઝડપે હંકારતા અન્ય લોકોને જીવને જોખમમાં મુકવા બદલ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત વેસ્મા નજીક ગ્રામ્ય પોલીસે જાહેર રોડ ઉપર ટ્રક મુકનાર ચંપક બંજારી તથા ઉન ગામની હદમાં ઇલ્યાસ શેખ સામે રોંગ સાઇડ ટેમ્પો પુરપાટ ઝડપે હંકારવા બદલ કાર્યવાહી કરી હતી.ધારાગીરી બ્રીજ ઉપર અમદાવાદ જતા રોડ પર રોંગ સાઇડે ટેમ્પો હંકારનાર નરેશ પટેલ, ગણદેવી પોલીસે ચિકનની લારી ગણદેવી ચાર રસ્તા પાસે ટ્રાફિકને અડચણરૂપ થવા બદલ કેસ કર્યો હતો.પોલીસે દારૂનો નશો કરનાર શખ્શને પણ ઝડપી લીધા હતા. જેમાં જિતેશ ટંડેલ અને શૈલેષ રાઠોડ સામે બીલીમોરા પોલીસે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...