તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Vesma
  • નવસારી પાલિકા સભ્ય કૃતિકા વૈદ કોંગ્રેસમાંથી બરતરફ કરાયા

નવસારી પાલિકા સભ્ય કૃતિકા વૈદ કોંગ્રેસમાંથી બરતરફ કરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીપાલિકાના કોંગ્રેસી કોર્પોરેટર કૃતિકાબેન વૈદને આખરે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

નવસારી પાલિકામાં વોર્ડ નં. 11માંથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્ય કૃતિકા વૈદ તાજેતરમાં કેટલાક દિવસોથી ચર્ચામાં છે. દિવાળીમાં જાહેર રંગોળી પ્રદર્શનમાં નરેન્દ્ર મોદીની રંગોળી બનાવ્યા બાદ તેમણે અવારનવાર વડાપ્રધાનના પગલાને વખાણતા રહ્યા છે. વોટસઅપ ગ્રુપમાં પોતાનો સ્વતંત્ર અભિપ્રાય દર્શાવતા રહ્યા છે. વડાપ્રધાન અને તેમના પગલા પ્રત્યે કૂણી લાગણી ધરાવતા કૃતિકાબેન સામે કોંગ્રેસે શિસ્તનો ડંડો ઉગામ્યો છે.

આજે શુક્રવારે નવસારી શહેર કોંગી પ્રમુખ દિપક બારોટ અને જિલ્લા કોંગી પ્રમુખ એ.ડી. પટેલે કૃતિકાબેન પક્ષવિરોધી કૃત્ય અવારનવાર કરી રહ્યાનું જણાવી પક્ષમાંથી તથા નગરસેવક સહિત તમામ હોદ્દા પરથી બરતરફ કરી હોવાની જાહેરાત કરી હતી. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કરેલી રજૂઆત બાદ તેમની સૂચનાથી પગલાં લેવાયાનું જણાવ્યું છે.

હું વિપક્ષમાં બેસીશ

બરતરફકરવાના નિર્ણય સંદર્ભે કૃતિકાબેને જણાવ્યું કે પગલું અનુમાન મુજબનું હતું. હું તો સારા કામોની પ્રશંસા કરી રહી હતી. બોલવાની મને આઝાદી છે. મને લોકોએ ચૂંટી છે. નગરસેવક તરીકે બરતરફ કરવા અંગે જણાવ્યું કે નગરસેવક તરીકે બરતરફ કરી શકાય નહીં ! હું નગરસેવક રહીશ. બીજુ કે ભાજપમાં જોડાવવાનો વિચાર નથી. હું વિપક્ષમાં બેસીશ!

PMની રંગોળી બનાવ્યા બાદ ચર્ચામાં હતાં

અન્ય સમાચારો પણ છે...