તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરિયાળી પથરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઐતિહાસિકદાંડીરોડને વધુ હરિયાળો બનાવવા માટે સામાપોરથી દાંડી સુધીના 5 કિલોમીટર માર્ગની બંને બાજુ વિવિધ જાતોના વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું છે.

મહાત્મા ગાંધીજીએ સને 1930માં મીઠા સત્યાગ્રહ માટે એરૂથી દાંડી સુધીના માર્ગ ઉપર પણ કૂચ કરતા માર્ગ પણ ઐતિહાસિક બની ગયો છે. આમ તો ઐતિહાસિક માર્ગ ઉપર એરૂથી કોથમડી-મટવાડ સુધી તો વૃક્ષો ઘણા છે અને માર્ગ હરિયાળો દેખાય છે. જોકે આગળ જતા સામાપોરથી દાંડીના 5 કિલોમીટર માર્ગ ઉપર વધુ વૃક્ષો નથી. 5 કિલોમીટર માર્ગને પણ હરિયાળો બનાવવાની યોજના બનાવાઈ છે. જેમાં નવસારી જિલ્લા કલેકટર રવિકુમાર ખુદ રસ લઈ રહ્યા છે.

કલેકટરે વન વિભાગ, કેટલીક એનજીઓ તથા સ્થાનિકોના સહકારથી દાંડી-સામાપોર માર્ગ ઉપર વૃક્ષારોપણ કરવાની નેમ વ્યક્ત કરી હતી. જે અંતર્ગત સારો સહકાર મળતા માર્ગ બંને બાજુ અંદાજિત ત્રણ હજાર વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણના કાર્યક્રમમાં કલેકટર ઉપરાંત ડીડીઓ તુષાર સુમેરા, વન અધિકારી નિશારાજ સહિત અનેક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. વૃક્ષારોપણ કરવામાં સરકારી તંત્ર ઉપરાંત ગ્રીન વોરીયર્સ, એનિમલ સેવિંગ્ઝ જેવી એનજીઓ તથા ગ્રામજનોએ પણ જહેમત ઉઠાવી હતી. કરંજ, કાયજેલીયા, કપોક, પારસપીપડો જેવી વૃક્ષોનું જાતોનું પ્લાન્ટેશન કરાયું હતું.

દાંડીથી સામાપોર સુધીના માર્ગ ઉપર વૃક્ષારોપણ કરાયું. તસવીર- ભાસ્કર

5 કિ.મી. લાંબા માર્ગ પર 3 હજાર વૃક્ષો રોપાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો