તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં સાધારણ ઝાપટાં, ગણદેવીમાં 9 મિ.મિ. વરસાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીસહિત સમગ્ર જિલ્લામાં સાધારણ વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો હતો.

છેલ્લા કેટલાય દિવસથી નવસારી પંથકમાં મેઘરાજા મનમુકીને વરસ્યા નથી. સાધારણ ઝાપટાં પડતા રહ્યા છે. ગત શનિવારની રાત્રે અને આજે રવિવારે દિવસે પણ બે-ત્રણ સાધારણ ઝાપટા પડ્યા હતા. જોકે ઝાપટામાં પણ માર્ગો ઉપર પાણી કેટલીક જગ્યાએ ભરાઈ રહ્યા હતા. જલાલપોર તાલુકામાં પણ આજ સ્થિતિ હતી. રવિવારે સાંજે 4 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન નવસારીમાં 5 મિ.મિ., જલાલપોરમાં 6 મિ.મિ.વરસાદ પડ્યો હતો. ઉપરાંત આજ સમયગાળા દરમિયાન ગણદેવીમાં 9 મિ.મિ. અને વાંસદામાં 8 મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

નવસારીમાં રવિવારે દિવસ દરમિયાન મહત્તમ સમય સૂર્યપ્રકાશની હાજરીમાં ઉઘાડ રહ્યો હતો. સવારે હવામાં ભેજનું પ્રમાણ 98 ટકા અને બપોરે 81 ટકા નોંધાયું હતું. વાતાવરણ બફારાભર્યું રહ્યું હતું. સવારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અને બપોરે મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી નોંધાયું હતું. પવન સરેરાશ 8.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશાએ ફૂંકાયો હતો.

નવસારીમાં સાધારણ ઝાપટાંમાં પણ માર્ગો ઉપર પાણી ભરાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો