તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી એપીએમસી માર્કેટમાં ચીકુની હરાજી પુન: શરૂ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

15દિવસ બંધ રહ્યા બાદ ચીકુની હરાજી આજે શનિવારે નવસારી એપીએમસીમાં શરૂ કરવામાં આવતા 470 મણ ચીકુ આવ્યા હતા.

નવસારી એપીએમસીમાં લાભપાંચમથી ચીકુની હરાજી શરૂ થયા બાદ 11મી નવેમ્બરથી ગઈકાલ 25મી નવેમ્બર સુધી એટલે કે 15 દિવસ હરાજી બંધ રહી હતી. 15 દિવસ હરાજી બંધ રહ્યા બાદ 26મી નવેમ્બરથી હરાજી પુન: શરૂ કરવાની જાહેરાત એપીએમસી નવસારી દ્વારા કરવામાં આવી હતી.

જાહેરાતને પગલે નવસારીના માર્કેટયાર્ડમાં આજે શનિવારે ઘણાં ખેડૂતો હરાજી માટે ચીકુનો જથ્થો લાવ્યા હતા. નવસારી એપીએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ 470 મણ ચીકુનો જથ્થો હરાજી માટે આવ્યો હતો. જથ્થામાંથી ચીકુની ગુણવત્તા મુજબ હરાજી કરવામાં આવી હતી. આજે નંબર-1 ચીકુના વધુમાં વધુ રૂ. 701 અને ઓછામાં ઓછા રૂ. 400 મણના બોલાયા હતા. નંબર 2ચીકુના વધુમાં વધુ 190 અને ઓછામાં ઓછા રૂ. 110 બોલાયા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લાના કેટલાક માર્કેટયાર્ડમાં ચીકુની હરાજી 28મીએ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. નવસારીમાં ચીકુની હરાજી પુન: શરૂ થતા ચીકુ પકવતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.

નવસારી એપીએમસીમાં શનિવારે ફરી શરૂ થયેલીચીકુની હરાજી. તસવીર-ભદ્રેશનાયક

શનિવારે માર્કેટમાં 470 મણ ચીકુનો જથ્થો આવ્યો

અન્ય સમાચારો પણ છે...