તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીના રૂસ્તમવાડી વિસ્તારમાં ડિમોલિશન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીનારૂસ્તમવાડી વિસ્તારમાં ટીપીના રોડના દબાણમાં આવેલા 65 જેટલા ઘરોની ડિમોલિશનની કામગીરી આજે શનિવારે નગરપાલિકાએ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આરંભી હતી.

નવસારી નગરપાલિકાએ ટીપીના રસ્તાના દબાણમાં આવેલા અંદાજે 65 જેટલા કુટુંબો માટે પ્રકાશ ટોકીઝ નજીક સરકારી આવાસો બનાવી આપ્યા હતા. આવાસો બની ગયા બાદ રૂસ્તમવાડીના રહીશોને ગત એપ્રિલ માસમાં સ્થળાંતર થવા કહ્યું હતું પરંતુ ત્યાં ગયા હતા. ત્યારબાદ દિવાળી અગાઉ તા. 19/10/16ના રોજ પણ સ્થળાંતર કરાવવા પાલિકાએ પ્રયાસ કર્યો હતો. તેમાં પાલિકા સફળ થઈ હતી. આખરે આજે શનિવારે સવારે ભારે પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાનો કાફલો રૂસ્તમવાડીના રહીશોને સ્થળાંતર કરાવવા ગયો હતો. શરૂઆતના સમયે તો શાબ્દિક ટપાટપીનો દોર ચાલ્યો હતો. અંતે બપોરથી રહીશોના ઘરની ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પાલિકાના ડિમોલિશન સાથે અસરગ્રસ્તોએ સ્વયંભૂ પણ સ્થળાંતર કરવાની પ્રક્રિયા આરંભી હતી. બપોરથી સાંજ સુધી પાલિકાની કામગીરી ચાલી હતી. દરમિયાન પાંચેક મકાન ડિમોલિશન કરાયા હતા અને આશરે 10 ઘરોનું સ્થળાંતર થયાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ આવતીકાલે રવિવારે પણ રહીશો સ્થળાંતરની કામગીરી કરશે, ત્યારબાદ સોમવારે પુન: ડિમોલિશન, સ્થળાંતરની કામગીરી પાલિકા કરશે એમ જાણવા મળ્યું છે.

નવસારી પાલિકાના ચીફ ઓફિસર સંજય સોનીએ જણાવ્યું કે અગાઉ પણ પાલિકાએ સ્થળાંતર કરાવવા પ્રયાસો કર્યા હતા. મૌખિક સૂચનાઓ પણ અપાઈ હતી પરંતુ અસરગ્રસ્ત રહીશો સ્થળાંતર થતા આજે પાલિકાએ સ્થળાંતર કરાવવા કામગીરી કરવી પડી હતી.

રૂસ્તમવાડીમાંથી જે ટી.પી. રોડ પસાર થાય છે રોડ પાલિકાના મહાત્વાકાંક્ષી પ્રોજેકટ રિંગરોડ છે. પાલિકાએ વિરાવળથી ભેંસતખાડા સુધીનો રિંગરોડ બનાવી દીધો છે પરંતુ વિરાવળથી પ્રકાશ ટોકિઝ સુધીનો રિંગરોડ બનાવવા આડે ઘરો છે. પાલિકાના સ્થળાંતર કરાવવાની કામગીરી સફળ થશે તો રિંગરોડ બનાવવાનું કામ જલદી આગળ ધપશેે.

રિંગરોડ આડે ઘરો આવતા હતા

પાલિકાએ રૂસ્તમવાડી વિસ્તારમાં સ્થળાંતર કરાવવા કાર્યવાહી આરંભી ત્યારે શરૂઆતમાં વિરોધ થયો હતો. સ્થાનિકોની વહારે કોંગ્રેસના અગ્રણીઓ વિરેન્દ્ર દેસાઈ, એ.ડી. પટેલ, દિપક બારોટ આવ્યા હતા. તેઓનું કહેવું છે કે હાલ નોટબંધીને કારણે ગરીબો મુશ્કેલીમાં છે ત્યારે સ્થળાંતર કરવા બે-પાંચ દિવસ આપવા જોઈએ, તેઓ સ્વયં સ્થળાંતર થવા તૈયાર છે ! એક પરિવારે વધુ પ્રતિકાર કરતા પોલીસે અટકમાં લીધા હતા.

ડિમોલિશનની શરૂઆતમાં વિરોધ કરાયો હતો

સ્થાનિકોને આવાસ બનાવી આપી એપ્રિલમાં સ્થળાંતર કરવા જણાવાયું હતંુ છતાં તેઓ હટ્યા હતા

રિંગ રોડના વિકાસ આડે આવતા ઘરો તોડવા પાલિકાના સ્ટાફ સાથે ભારે પોલીસ બંદોબસ્ત ફાળવવો પડ્યો

ડિમોલિશન થતાં નવસારી નગરપાલિકા માટે રિંગરોડ બનાવવાનો માર્ગ મોકળો થશે

પાલિકાના ડિમોલિશન સાથે અસરગ્રસ્તોએ સ્વયંભૂ પણ સ્થળાંતર કરવાની પ્રક્રિયા આરંભી હતી. બપોરથી સાંજ સુધી પાલિકાની કામગીરી ચાલી હતી. તસવીર-ભદ્રેશનાયક

અન્ય સમાચારો પણ છે...