તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નૂડાના નકશામાં સ્થાનિક પ્રતિનિધિની સત્તા જરૂરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજથીઆશરે 9 મહિના અગાઉ જેની રચના થઈ હતી નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (નૂડા)ની રચના અને તેની કાર્યશૈલીની કાયદેસરતાને ખેડૂત સમાજે પડકારી છે.

નવ મહિના અગાઉ ડિસેમ્બર મહિનામાં સરકારે નવસારી અને વિજલપોર શહેર ઉપરાંત નવસારી અને જલાલપોર તાલુકાના 97 જેટલા ગામોને સાંકળી નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (નૂડા)ની રચના કરી હતી. રચના થયા બાદ નૂડાના અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. અધિકારી-કર્મચારીઓની નિમણૂક થયા બાદ છેલ્લા કેટલાક સમયથી નૂડાની કામગીરીએ જોર પકડ્યું છે. કામગીરીમાં નૂડામાં સમાવિષ્ટ વિસ્તારની એનએની પરમિશન આપવી, બાંધકામની પરમિશન આપવી વગેરેનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક સમયથી નૂડાનો વિકાસ નકશો (ડીપી) બનાવવા માટેની સરવે પ્રક્રિયા પણ ચાલી રહી છે. નૂડાની ચાલી રહેલી કામગીરી વચ્ચે આજે સોમવારના રોજ અહીંના નવસારી-જલાલપોર તાલુકા ખેડૂત સમાજ ટ્રસ્ટના પ્રમુખ સી.પી. નાયકની આગેવાનીમાં નાયબ કલેકટર મહેશ જોષીને નૂડાના સંદર્ભે રજૂઆત કરી હતી.

ખેડૂત સમાજે રજૂઆતમાં જણાવ્યું કે નૂડાની ગેરકાયદેસરની રચના તથા તેમની પ્રવૃત્તિનો વિરોધ કરીએ છીએ. બંધારણની જોગવાઈ હેઠળની કલમ 73 અને 74 સુધારાનો અમલ કરવા અંગે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા હાઈકોર્ટમાં રિટ પિટિશન કરી હતી. રિટ પિટિશન સંદર્ભે તાજેતરમાં હાઈકોર્ટે એવા મતલબનો હુકમ કર્યો કે જિલ્લા વિકાસ માટે ડિસ્ટ્રિકટ પ્લાનિંગ કમિટીની રચના કરવાની તેમજ ગ્રામપંચાયતથી મહાપાલિકા સુધીની સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના બહુમતિવાળી સમિતિ વિકાસ નકશાઓ તૈયાર કરી મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલી આપશે. હાઈકોર્ટના ડાયરેકશન મુજબ હવે નૂડાને કોઈપણ કાર્યવાહી કરવાની સત્તા રહેતી નથી. ચૂકાદા મુજબ મહત્તમ સત્તા સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા શહેરી વિકાસ નગર આયોજન તેમજ અન્ય વિકાસના કામો માટે કયા વિસ્તારનો સમાવેશ કરવો તેની સત્તા ચૂંટાયેલા પ્રતિનિધિઓના હકમાં છે. ખેડૂત સમાજે એવી ચીમકી પણ આપી છે કે હાઈકોર્ટના દિશાસૂચન છતાં જો નૂડા દ્વારા કામગીરી કરાશે તો તે ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાની વિરૂદ્ધ કાર્યવાહી ગણાશે અને કન્ટેમ્પનો ગુનો બનશે.

નૂડાનો વિસ્તાર ઘટશે કે નહીં ?

નૂડાનીકાર્યશૈલી સામે જ્યાં સવાલો ઉઠ્યા છે ત્યાં બીજી તરફ હાલ નૂડાના વિસ્તાર અંગે પણ રજૂઆત થઈ છે. સ્થાનિક ધારાસભ્યોએ નૂડામાં જ્યાં 97 જેટલા ગામો છે તેમાંથી ઓછા ગામો કરવા સરકારમાં રજૂઆત કરી હતી. રજૂઆત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થતા તેમણે હૈયાધરપત આપતા કેટલાક દિવસોથી નૂડામાંથી ઘણાં ગામો નીકળી જશે એવી વાતે વેગ મળ્યો છે. વાતથી નૂડામાં કામગીરી માટે જતા લોકોનો ધસારો પણ ઓછો થઈ ગયો છે અને થોભો અને રાહ જુઓ ની નીતિ લોકો અપનાવી રહ્યા છે.

ચૂંટાયેલા પ્રતિનિધિઓને સત્તા

નવસારી-જલાલપોરતાલુકા ખેડૂત સમાજ ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ સી.પી. નાયકે જણાવ્યું કે અમો ખેડૂત સમાજે તો અગાઉ પણ નૂડાની રચનાને ખોટી અને લોકવિરોધી ગણાવી હતી. હાઈકોર્ટે જે તાજેતરના ચૂકાદામાં દિશાસૂચન આપ્યું તે મુજબ ચૂંટાયેલી પાંખની સમિતિ બનાવી તેમના દ્વારા વિકાસના નિર્ણય લેવાય એવું જણાવાયું છે. જેથી હાલની નૂડાની કાર્યપદ્ધતિને ખોટી ગણી શકાય !

હાઈકોર્ટના ડાયરેકશન મુજબ હવે નૂડાને કોઈ કાર્યવાહી કરવાની સત્તા નથી

નવસારીમાં નૂડાની કામગીરી કરતી કાલીયાવાડી સ્થિત કચેરી. તસવીર-ભદ્રેશનાયક

હાઇકોર્ટમાં પિટિશનના હુકમમાં ચૂંટયેલા પ્રતિનિધિની સમિતિ નકશો તૈયાર કરી સરકારને મોકલશે

વિરોધ| નવસારી-જલાલપોર ખેડૂત સમાજે નૂડાની કામગીરી વિરુદ્ધ ના. મામલતદારને રજૂઆત કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો