તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેરકાયદે બાંધકામ દૂર કરવા કલેકટરનો હુકમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજલપોરશહેરમાં પરવાનગીથી વિપરીત બાંધકામને દૂર કરવાનો જિલ્લા કલેકટરે હુકમ કર્યો છે.

વિજલપોરના પૂર્વ વિભાગમાં રે.સ. 174 182/3 પૈકી વાળી બિનખેતીની જમીનમાં પાડવામાં આવેલા પ્લોટ પૈકી પ્લોટ નંબર 175/ પૈકી 1વાળી ખુલ્લી એન.એ. જમીન તથા પ્લોટ નં. 175/પૈકી 2વાળી ખુલ્લી એનએ જમીનનું ક્ષેત્રફળ 3218.43 ચોરસફૂટ જેના 242.00 ચોરસ મીટર થાય છે. જમીન ઉપર નવસારીની અલકા સોસાયટીમાં રહેતા રામજીયાવન ચૌધરીએ વિજલપોર પાલિકા પાસેથી બાંધકામની પરવાનગી લીધી હતી. બાંધકામની પરવાનગીથી વિરૂદ્ધ બાંધકામ કર્યાનું જણાવી સ્નેહસાગરમાં રહેતા રાજીવ ઝાએ કલેકટરની કોર્ટમાં રામજીયાવન ચૌધરી અને સીઓ વિરૂદ્ધ અરજ કરી ગેરકાયદે બાંધકામ દૂર કરવાની દાદ માગી હતી.

અંતે કલેકટર રવિકુમાર અરોરાની કોર્ટે ચૂકાદામાં જણાવ્યુ કે વિજલપોર પાલિકા દ્વારા ગ્રાઉન્ડ ફલોર, ત્રણ માળ, મેઝેનાઈન ફલોરની બાંધકામ પરવાનગી આપી છે પરંતુ તેમાં ચોથા માળે મેઝેનાઈન ફલોરને બદલે ચોથા માળે ફલેટનું બાંધકામ કરવામાં આવી છે. મેઝેનાઈન ફલોરની પરવાનગી આપવામાં હતી પરંતુ સ્થળ ઉપર 84.40 ચોરસ મીટર બાંધકામ છે. જે દૂર કરવા પાલિકા તરફથી નોટીસ અપાઈ હતી છતાં બાંધકામ દૂર કરવામાં આવેલી નથી. અહીં પરવાનગી વિરૂદ્ધ બાંધકામ કરવામાં આવેલું હોય તે બાંધકામ દૂર કરવાનો હુકમ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો