તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદરેસાઓને બદનામ કરનાર વણઝારા સામે પગલાં લેવા માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મદરેસાઓનેઆતંકવાદ સાથે સાંકળી બદનામ કરવાની પ્રવૃત્તિ સામે નવસારી જિલ્લાની મદરેસાઓએ વિરોધ કર્યો છે. સાથે મદરેસા સામે ઝેર ઓકનાર ડી.જી. વણઝારા સામે પગલા લેવાની પણ માગ કરી છે.

તાજેતરમાં ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકારી અને બનાવટી એન્કાઉન્ટરમાં આરોપી ડી.જી. વણઝારાએ જાહેરસભામાં મદરેસાઓ સામે ઝેર ઓક્યુ છે. મદરેસાઓને બદનામ કરવાની પ્રવૃત્તિ સામે નવસારી જિલ્લાની મદરેસાઓના સંચાલકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. મંગળવારે જિલ્લાની મદરેસાઓના સંચાલકોએ જિલ્લા કલેકટરને મળી મદરેસાઓને બદનામ કરવાની પ્રવૃત્તિનો લેખિતમાં વિરોધ નોંધાવ્યો છે.

મદરેસાઓના સંચાલકોના જણાવ્યા મુજબ રાજ્યમાં મદરેસાઓ કાનૂની મર્યાદામાં રહીને ઈસ્લામ ધર્મની તાલીમ અને પ્રસારણનું કાર્ય કરે છે. આઝાદીની લડતમાં મદરેસાઓએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. મદરેસાઓ સામે ભૂતપૂર્વ પોલીસ અધિકારી ડી.જી. વણઝારાએ જાહેરમાં ઝેર ઓક્યુ છે. વણઝારાએ જાહેરમાં ધીક્કારપૂર્વકનું પ્રવચન કર્યું છતાં પગલાં લેવાયા નથી. જેથી સમાજમાં દાખલો બેસે તે રીતે વણઝારા સામે ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરવા મદરેસાઓના સંચાલકોએ માગ કરી છે.

જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર આપતા મદરેસા સંચાલકો.

નવસારી જિલ્લાના મદરેસા સંચાલકોની કલેક્ટરને રજૂઆત

અન્ય સમાચારો પણ છે...