નવસારી બે મની ચેન્જર્સને ત્યાં આવકવેરાનો સરવે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનાબે મનીચેન્જર ધંધાર્થીઓને ત્યાં આવકવેરા સરવે ગઈકાલ સાંજથી શરૂ થયો હતો. જે આજે ગુરૂવારે દિવસ દરમિયાન પણ જારી રહ્યો હતો.

નવસારીમાં આવેલા બે જાણીતા મની ચેન્જરોને ત્યાં આવકવેરા સરવે ગઈકાલે બુધવારે સાંજથી શરૂ થયો હતો. મોટાબજારમાં શાખા ધરાવતા કાપડિયા મની ચેન્જર્સ અને મોટાબજાર નજીક જૂની શાકમાર્કેટ વિસ્તારમાં ધંધો કરતા યાકુબ મેમણ મની ચેન્જર્સને ત્યાં નવસારી આવકવેરા વિભાગની ટીમે સરવેની કામગીરી શરૂ કરી હતી. ગત બુધવારની રાત્રે સરવેની કામગીરી ચાલુ રહ્યા બાદ આજે ગુરૂવારે દિવસ દરમિયાન પણ જારી રહી હતી. કાપડિયા મની ચેન્જર્સને ત્યાં પણ હિસાબ, રોકડ, દસ્તાવેજોની ઘનિષ્ટ ચકાસણી કરવામા આવી હતી.

ગુરૂવારે સરવેની કામગીરી પૂર્ણ થયાની માહિતી તો મળી હતી પરંતુ બંને મની ચેન્જર્સ દ્વારા કેટલા કાળા નાણાની કબૂલાત કરી તે ચોક્કસ જાણી શકાયું હતું. યાકુબ દ્વારા 31 લાખની કબૂલાત થયાની એક વાત જરૂર સંભળાઈ હતી પરંતુ તે કન્ફર્મ થઈ હતી.

એક મની ચેન્જરે રૂ. 31 લાખ કબૂલ્યા

અન્ય સમાચારો પણ છે...