નવસારીમાં પવન ફંૂકાયો, સાધારણ છાંટણા પડ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીપંથકમા બુધવારે સવારે વરસાદના અમીછાંટણાથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખુશી ફેલાઈ હતી. બાદમાં સૂર્યદેવતા પ્રગટ થતા ગરમી, બફારાથી આખો દિવસ શેકાતા રહ્યા હતા.

મંગળવારના વહેલી સવારે ચીખલી પંથકમાં વરસાદનું ઝાપટું આવતા ઠંડક ફેલાઈ હતી અને જેના પગલે ગરમીથી અકળાયેલા લોકોએ રાહત અનુભવી હતી. 10 વાગ્યા બાદ સૂર્યદેવતા બરાબર પ્રગટ થતા વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધવા સાથે લોકો આખો દિવસ ગરમીથી શેકાયા હતા. વર્ષે મેઘરાજાએ હજુ મનમુકીને વરસવાની શરૂઆત કરતા કેરી પકવતા ખેડૂતોએ રાહત અનુભવી છે. દર વર્ષની સરખામણીમાં કેરીના ભાવ પણ જળવાઈ રહેતા ખેડૂતોને પણ સારો એવો ફાયદો થતા ખેડૂતવર્ગે પણ રાહત અનુભવી છે. બીજી તરફ ચોમાસુ ડાંગર રોપણી કરનારા ખેડૂતોએ પિયતના ડાંગરના ધરૂ ઉછેરવા માટે જમીનોની તૈયારી આરંભી દીધી છે. કેટલાક ખેડૂતોએ પોતાની સિંચાઈ વ્યવસ્થાથી ડાંગરનું ધરુની વાવણી પણ કરી દીધી છે. જ્યારે શેરડી પકવતા ખેડૂતોએ શેરડીના પાકમાં ખાતર, દવા નાંખવાની તૈયારી આરંભી ચૂક્યા છે.

નવસારીમાં બુધવારે સવારે સાધારણ છાંટણા પડ્યા હતા. બાદમાં આખો દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું.

ચીખલી પંથકમાં સવારે વરસાદના છાંટા, આખો દિવસ બફારો

અન્ય સમાચારો પણ છે...