• Gujarati News
  • કરંટ લાગતા યુવાનનું મોત

કરંટ લાગતા યુવાનનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરંટ લાગતા યુવાનનું મોત
નવસારી|વેસ્મા ગામે સેન્ટીંગનું કામ કરી રહેલા યુવાનને કરંટ લાગતા ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. ગ્રામ્ય પોલીસે ઘટનાની નોંધ લીધી હતી. વાંસદાના તાડપાડા ગામે રહેતા અને હાલ વેસ્મા ગામે બની રહેલા એપાર્ટમેન્ટમાં સેન્ટીંગનું કામ કરતો પ્રતાપભાઈ કુંકણા (23) કામગીરી દરિમયાન જમીન ઉપર પડેલો સળિયો ઉંચકવા જતાં ઈલેક્ટ્રીક વાયર સળિયા સાથે લાગેલો હોવાથી તેનો કરંટ લાગતા પ્રતાપને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થતાં ્રામ્ય પોલીસે નોંધ લઈ કાર્યવાહી હાથ ધરી છે.