તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Vesma
  • વિજલપોરમાં નવરાત્રીની જગ્યા મુદ્દે કલેક્ટરને અપીલની તૈયારી

વિજલપોરમાં નવરાત્રીની જગ્યા મુદ્દે કલેક્ટરને અપીલની તૈયારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજલપોરમાંનવરાત્રી માટે પાલિકાએ અન્ય એક ગ્રુપને જગ્યા ફાળવી દેતા જગ્યાની માગ કરનાર નવસર્જન ગ્રુપે કલેકટરમાં અપીલ કરવાની તૈયારી કરી છે.

વિજલપોરમાં આવેલા વિઠ્ઠલમંદિર (હનુમાન મંદિર) પાસેથી ખુલ્લી જગ્યામાં નવરાત્રી દરમિયાન ગરબા મહોત્સવ કરવા નવસર્જન ગ્રુપ નામના એક ગ્રુપે પાલિકા પાસે જગ્યા માગી હતી. જેની સામે દિપક ભવર નામના શખ્સ દ્વારા પણ ઉક્ત જગ્યા પાલિકા પાસે માંગી હતી. બંને ગ્રુપ દ્વારા એક જગ્યાની માગ કરાતા ગઈકાલે મંગળવારે વિવાદ સર્જાયો હતો. નવસર્જન ગ્રુપને ટેકો આપનાર કોંગ્રેસ પક્ષ દ્વારા મંગળવારે ચીફ ઓફિસર તથા કલેકટરને જગ્યા ફાળવણીના મામલે રાજરમત ખેલાઈ રહ્યાની રાવ કરી હતી.

વિવાદ વચ્ચે આજે બુધવારે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા નવસર્જન ગ્રુપને નહીં પરંતુ દિપક ભવરના ગ્રુપને વિઠ્ઠલ મંદિર નજીકની જગ્યા ફાળવી દીધી હતી. બાબતને લઈ નવસર્જન ગ્રુપ તથા તેના ટેકેદારોમાં નારાજગી વધી છે અને કાયદાની અદાલતમાં બાબતને ચેલેન્જ કરવાની તૈયારી કરી દેવાઈ છે.

નવસર્જન ગ્રુપને ટેકો આપનાર વિજલપોર પાલિકાના વિપક્ષી નેતા રામસિંઘ રાજપૂતે જણાવ્યું કે અમોને વિઠ્ઠલ મંદિર (હનુમાન મંદિર) નજીકની જગ્યા ફાળવણીમાં વિજલપોર નગરપાલિકા દ્વારા અન્યાય થયો છે તે બાબતને અમે કલેકટરની કોર્ટમાં ચેલેન્જ કરવાની તૈયારી કરી દીધી છે. માટે અમોએ આજે નગરપાલિકા પાસે દિપક ભવરની અરજી ઉપર થયેલા હુકમ અને અમારી અરજી ઉપરના હુકમની નકલ તાત્કાલિક આરટીઆઈમાં માગી છે. અહીં ઉલ્લેખનીય છે કે વિજલપોરમાં નવરાત્રી મહોત્સવ માટે જગ્યાને લઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વાદવિવાદ શરૂ થયો છે.

નવરાત્રીના આયોજન માટે જગ્યા મેળવવા બે ગ્રૃપ વચ્ચે હોડ

જગ્યાની ફાળવણીમાં રાજરમત રમાઇ હોવાનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...