તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેસ્મા પાસેથી 1.16 લાખનો દારૂ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારી નેશનલ હાઇવે નં.8 ઉપર નવસારી ગ્રામ્ય પોલીસને પેટ્રોલિંગમાં હતી વખતે બાતમી મળી હતી કે વેસ્મા ઓપી પાસેથી એક કારમાં ગેરકાયદે ઇંગ્લીશ દારૂની હેરાફેરી થવાની છે. પોલીસે બાતમીના આધારે આવતા જતા વાહનોની તપાસ કરતી વખતે હરેક્રિષ્ના હોટલ પાસેથી એક પોલો કાર (નં.જીજે-05-સીપી-4465)માંથી 180 નંગ દારૂની બોટલ કિંમત રૂ. રૂ.1,16,400નો મળી આવી હતી. પોલીસે દારૂ સહિત કાર કિંમત રૂ. 3 લાખ મળી કુલ રૂ. 4,16,400નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે કારમાં બેસેલા અતુલ વિનોદસિંહ રાજપુત તથા શિલ્પેશ રાજુભાઇ પટેલ (બંને રહે. પારડી)ને ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...