તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં લાલવાણીને ત્યાં બીજા દિવસે પણ સરવે જારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીનાબિલ્ડર પ્રેમચંદ લાલવાણીને ત્યાં બુધવારે પણ આવકવેરા સરવે જારી રહેતા મોડી સાંજ સુધી કાળા નાણાંની જાહેરાતનો આંક બહાર આવ્યો હતો.

નવસારીના જાણીતા બિલ્ડર, પૌઆ મિલના માલિક તથા ભાજપ અગ્રણી પ્રેમચંદ લાલવાણીને ત્યાં મંગળવારે બપોરબાદ આવકવેરા વિભાગે સરવેની કામગીરી શરૂ કરી હતી. ગત મંગળવારે રાત્રે પણ સરવે કામગીરી ચાલુ રહી હતી. આજે બુધવારે કાળા નાણાંની જાહેરાત થશે એવી શક્યતા જોવાઈ રહી હતી. જોકે બુધવારે પણ દિવસ દરમિયાન સરવે જારી રહ્યો હતો અને મોડી સાંજ સુધી કાળા નાણાંની જાહેરાતનો આંક જાણી શકાયો હતો.

બીજી તરફ સાંજના સમયે પ્રેમચંદ લાલવાણીના ગ્રુપ દ્વારા કબૂલાતના આંક વિશેની વાતો વહેતી થઈ ગઈ હતી. આંક મોટો હોવાની ચર્ચા પણ ચાલી રહી હતી. બીજી તરફ કાળા નાણાંના આંકને લઈ પ્રેમચંદ લાલવાણી ગ્રુપ તથા આવકવેરાના અધિકારીઓ વચ્ચે કશ્મકશ ચાલી હોવાની ચર્ચા પણ ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...