તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Vesma
  • નવસારી જિલ્લામાં ચોમાસામાં લેપ્ટો.ના 6 જેટલા કેસ નોંધાયા!

નવસારી જિલ્લામાં ચોમાસામાં લેપ્ટો.ના 6 જેટલા કેસ નોંધાયા!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લામાં ચાલુ સાલ લેપ્ટોસ્પાયરોસિસના કુલ 6 કેસ બહાર આવ્યા છે. જેમાંથી એક દર્દીનું મરણ થયું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ સાલ કેસની સંખ્યામાં ઘટાડો થયો છે.

ચોમાસાની મોસમમાં નવસારી જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસિસ રોગના કેસો બહાર આવે છે. વર્તમાન ચોમાસાની મોસમમાં પણ લેપ્ટો.ના કેસ દેખાયા હતા. મળતી માહિતી મુજબ આજદિન સુધીમાં જિલ્લામાં લેપ્ટો.ના કુલ 6 કેસ દેખાયા હતા. જેમાં નવસારી તાલુકામાં 2, ગણદેવી તાલુકામાં 1 અને ચીખલી તાલુકામાં 3 કેસનો સમાવેશ થાય છે. લેપ્ટો.ના એક દર્દીનું મરણ પણ નીપજ્યું હતું. ચીખલી તાલુકાના મીણકચ્છ ગામના 50વર્ષીય શખ્સ બિમાર થતા તેને ટાંકલ અને ખારેલમાં સારવાર આપવામાં આવી હતી ત્યાંથી લેપ્ટો.ની વધુસારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મરણ થયાનું જાણવા મળ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વરસોમાં નવસારી જિલ્લામાં લેપ્ટો.ના કેસોની સંખ્યામાં ઘટાડો થતો આવ્યો છે. ગત 2015ની સાલમાં જિલ્લામાં લેપ્ટો.ના 12 કેસ દેખાયા હતા.

આરોગ્ય વિભાગની તકેદારી

નવસારીજિલ્લામાં લેપ્ટો.ના કેસોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. માટે લોકોની જાગૃતિ તથા આરોગ્ય વિભાગની સમયસરની કામગીરી પણ જવાબદાર છે. લેપ્ટો.ના મહત્તમ કેસો ખેતમજૂરોમાં જોવા મળે છે. ખેતમજૂરોને ખેતરમાં પગના ચીરામાંથી ઉંદરના પેશાબ વડે લેપ્ટો.ના જીવાણુ જતા રોગ થાય છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે સર્વેલન્સ કરી તાવના દર્દીઓ શોધવામાં આવે છે. દવા અપાય છે તથા પગના ચીરા માટે મલમ પણ આપવામા આવે છે. વધુમાં ખેતમજૂરો પણ હવે તકેદારી રાખતા થઈ ગયા છે.

લેપ્ટોમાં એક દર્દીનું મૃત્યુ પણ થયું હતું

અન્ય સમાચારો પણ છે...