• Gujarati News
  • વાપી | વાપીપાલિકામાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની

વાપી | વાપીપાલિકામાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | વાપીપાલિકામાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા અટવાઇ છે. ૧પ જુલાઇએ પાલિકા પ્રમુખ પારૂલબેન દેસાઇ અને ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલની ટર્મ પૂર્ણ થયા બાદ હજુ સુધી નવા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી થઇ નથી. પ્રમુખ પદની બેઠક માટેની તમામ પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવાઇ છે,ગતિશીલ ગુજરાતની નેમ સાથે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કામગીરીમાં વ્યસ્ત રહેવાના કારણે વાપી પાલિકાના પ્રમુખ પદ માટે જાહેરનામુ બહાર પડયુ હોવાનું સુત્રો જણાવી રહયા છે. હાલ શ્રાધ્ધપક્ષ હોવાથી પ્રમુખપદની ચૂંટણીની જાહેરાત થાય તેવી સંભાવના ઓછી છે. નવરાત્રીના પ્રારંભે રાજય સરકાર પ્રમુખપદ માટેનું જાહેરનામુ બહાર પાડે તેવી શકયતા છે. હાલ પ્રમુખ પદ માટે ચલાના હાર્દિક શાહ, માજી પ્રમુખ દિલિપભાઇ દેસાઇ અને વિઠ્ઠલભાઇ પટેલના નામો ચર્ચામાં છે.

શ્રાધ્ધના કારણે નવા વાપી પાલિકા પ્રમુખની ચૂંટણી વિલંબમાં