• Gujarati News
  • નનામી પત્રિકામાં ચોક્કસ વ્યક્તિઓ સામે શંકાની સોય

નનામી પત્રિકામાં ચોક્કસ વ્યક્તિઓ સામે શંકાની સોય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અગાઉ ફાયનાન્સિયલ ફ્રોડ કરનાર, લેટર લખનાર અને સત્તાની લાલચ રાખનારાઓ શંકાના દાયરામાં

ભાસ્કરન્યૂઝ. વાપી

રોટરીક્લબ ઓફ વાપીમાં નનામી પત્રિકાનો વિવાદ ઘેરો બની રહ્યો છે. સભ્ય સમાજના સભ્ય લોકોને પોતાના અંગત શ્વાર્થ ખાતર બદનામ કરવાના કારસાનો પર્દાફાસ કરવા આખી ટીમ કામે લાગી ગઇ છે. જેમાં બે થી ત્રણ વ્યક્તિઓ શંકાના દાયરામાં આવી ગઈ છે. જેની વ્યાપક ચર્ચા હાલ રોટેરિયનોમાં ચાલી રહી છે.

રોટરી ક્લબ ઓફ વાપીમાં સક્રિય અને ઉચ્ચ હોદ્દેદાર તબીબ અને સદગૃહસ્થ ગૃહિ‌ણીના ચારિ�ય હનનના નીચલી કક્ષાના પ્રયાસની ફરતી થયેલી નનામી પત્રિકાના મામલે રોટેરિયાનોનું એક ગૃપ કસુરવારને શોધવા મથામણ કરી રહ્યું છે. તેમના દ્વારા લેટર લખનારા કોણ હોઇ શકે તેવી ધારણા લગાવી તેના વિરૂદ્ધ પૂરાવા એકત્રિત કરવાની તૈયારી થઇ રહી છે.





આગામી ટુંક સમયમાં લેટર લખનારને સમાજ સામે ખુલ્લો પાડવા રોટરી ક્લબનું ગૃપ કટિબદ્ધ બન્યું છે. તેમના જણાવ્યા મુજબ તેઓ આધાર પૂરાવા સાથે હલકી કક્ષાનું કૃત્ય કરનારે સમાજ સામે ખુલ્લો પાડી દેશે.

કેવી રીતે લગાવાઇ રહ્યો છે અંદાજ

રોટેરિયનોનનામીપત્રિકાથી કોને સીધો ફાયદો થાય તેનો અંદાજ લગાવી રહ્યા છે. જેમાં ભવિષ્યમાં સત્તા મેળવવાની લાલસા, બીજું ભૂતકાળમાં ફાયનાન્સિયલ ફ્રોડમાં પકડાયા હોય અને તેને સત્તાથી દૂર રાખવાની વાત થઇ હોય એવા વ્યક્તિ પણ શંકાના દાયરામાં છે. ઉપરાંત ભૂતકાળમાં આવી રીતે નનામી લેટર લખવામાં પંકાયેલા અને પકડાયેલા હોય એવા વ્યક્તિ પર પણ શંકાની સોય તકાઇ રહી છે. કાંડમાં ત્રણ વ્યક્તિના નામો અને તેમના પરની શંકા પરાકાષ્ટાએ પહોંચી છે. હાલ રોટેરિયનની ટીમ દ્વારા સંયોગિક પુરાવા એકત્રિત કરાઇ રહ્યા છે. પુરાવાના આધારે તેમનું નામ ટુંક સમયમાં જાહેર થાય એવું તેમણે જણાવ્યું હતુ.