• Gujarati News
  • હવે ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુના કેસની ચકાસણી શરૂ

હવે ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુના કેસની ચકાસણી શરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાના આરોગ્ય કર્મચારીઓ ખાનગી હોસ્પિટલના તબીબોને મળી માહિતી મેળવી રહ્યા છે

ભાસ્કરન્યૂઝ.વાપી

વલસાડજિલ્લામાં ડેન્ગ્યુના કેસો વધતાં હવે તમામ પાલિકાઓને પણ ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના કેસોની છે કે નહી તેની ચકાસણી શરૂ કરી છે. વાપી પાલિકાના કર્મચારીઓ ખાનગી હોસ્પિટલના તબીબોને મળી ડેન્ગ્યુના કેસોની માહિ‌તી એકત્ર કરી છે. વખતે જિલ્લા આરોગ્ય વિભાગ ડેન્ગ્યુના કેસો રોકવામાં સંદતર નિષ્ફળ પુરવાર થયું છે.

વાપી સ્થિત ચણોદ અમર નગરમાં રહેતી ઉન્નત્તિ કર્તિી રાઠોડ (ઉ.વ.7)નું હરિયા હોસ્પિટલમાં શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે મોત નિપજયું હતું.ચાલુ વર્ષે વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો નોંધાયો છે. ખુદ ખાનગી હોસ્પિટલના તબીબો પણ ડેન્ગ્યુના કેસો વધારે હોવાનું જણાવી રહ્યા છે,પરંતુ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ ડેન્ગ્યુના કેસો હોવાનું રટણ કરી રહ્યું છે. ત્યારે હાલ વાપી સહિ‌ત વિવિધ પાલિકાઓએ ડેન્ગ્યુના કેસો ખાનગી હોસ્પિટલમાં કેટલા નોંધાયા છે,જે અંગેની ચકાસણી હાથ ધરી છે. વાપી પાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ ખાનગી હોસ્પિટલના તબીબોને મળી ડેન્ગ્યુના કેસો અંગે માહિ‌તી એકત્ર કરી રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુના કેસોની હકીકત શું સ્થિતિ છે તેનું નિરીક્ષણ કરવામાં આવશે.

ચણોદની બાળકીનો રિપોર્ટ હજુ આવ્યો નથી

વાપીસ્થિતચણોદની 7 વર્ષિ‌ય બાળાનું ડેન્ગ્યુના કારણે મોત થયું હોવાનું પરિવારજનોએ જણાવતા આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી હતી,પરંતુ હજુ સુધી ચણોદની બાળકીનું મોત ડેન્ગ્યુના કારણે થયું કે અન્ય કારણે તે અંગે આરોગ્ય વિભાગે કોઇ રિપોર્ટ રજૂ કર્યો નથી. આરોગ્ય વિભાગના અધિકારીઓ થોડા દિવસોમાં રિપોર્ટ આવશે અને મિટિંગો ચાલી રહી હોવાનું જણાવી રહ્યા છે. જેને લઇ કેસમાં આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે.

કામગીરીશરૂ કરી દીધી છે

વાપીપાલિકાએ ડેન્ગ્યુના કેસોનો સરવે હાથ ધર્યો છે, વાપીની ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના કેસોની શું સ્થિતિ છે, હકીકત વાપી વિસ્તારમાં ડેન્ગ્યુના કેસો વધ્યા છે,જેની ચકાસણી અંગે સરવેની કામગીરી કર્મચારીઓએ શરૂ કરી દીધી છે. > ગૌરાંગપટેલ, ચીફઓફિસર, વાપી પાલિકા