તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વીઆઇએ ચૂંટણીમાં 3 ફોર્મ ઉપડયા, એક ફોર્મ ભરાયું

વીઆઇએ ચૂંટણીમાં 3 ફોર્મ ઉપડયા, એક ફોર્મ ભરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીવીઆઇએની ચૂંટણી માટે અત્યાર સુધીમાં કુલ ચાર ફોર્મ ઉમેદવારો લઇ છે, જેમાંથી 1 ફોર્મ ભરાયું હોવાનું ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. બુધવારે વીઆઇએના વર્તમાન પ્રમુખ શરદ ઠાકરે એક બેઠકો યોજી 100થી વધુ ઉઘોગપતિ એકત્ર કરી પોતાનું શકિત પ્રદર્શન કર્યુ હોવાનું જાણવા મળી રહયું છે. કેટલાક ઉમેદવારો ગુપ્ત બેઠકો કરી રહયા છે,પરંતુ ઉમેદવારી અંગે જાહેરાત કરવાનું ટાળી રહયા છે.

વાપી વીઆઇએની ચૂંટણી 4 માર્ચે યોજાવાની છે, જે માટે હાલ ઉમેદવારો ઉમેદવારીપત્ર લઇ રહયા છે. બુધવારે વધુ બે ફોર્મ ઉમેદવારો લઇ ગયા હતાં. અત્યાર સુધીમાં કુલ ચાર ફોર્મો પૈકી એક ઉમેદવારીપત્ર ભરાયું છે.

ચૂંટણીને લઇ ઉઘોગપતિઓમાં પણ ભારે ઉત્સુકતા છે, બુધવારે સાંજે વર્તમાન પ્રમુખ શરદ ઠાકરે એક હોટલમાં બેઠક યોજી 100થી વધુ ઉઘોગપતિઓને એકત્ર કરી શકિત પ્રદર્શન કર્યુ હોવાનું કહેવાય છે. બીજી તરફ વર્તમાન પ્રમુખની સામે કોણ ચૂંટણી લડશે તેના પર સૌની મીટ મંડાયેલી છે,બે ઉમેદવારોના નામો ચર્ચામાં છે,પરંતુ હજુ સુધી કોઇ વિધિવત જાહેરાત થઇ નથી. વીઆઇએની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગની સંભાવના છે. ત્યારે ઉઘોગપતિઓના મતે વીઆઇએની ચૂંટણીમાં રબર સ્ટેમ્પ પ્રમુખ બને તે જરૂરી છે. ઉઘોગોના પ્રશ્રો ઉકેલી શકે તેવા પ્રમુખની તાતી જરૂરિયાત છે.