• Gujarati News
  • વાપી| ગતસપ્તાહ દરમિયાન છીરી વિસ્તારમાં નજીવી બાબતે મારામારી થઇ હતી.

વાપી| ગતસપ્તાહ દરમિયાન છીરી વિસ્તારમાં નજીવી બાબતે મારામારી થઇ હતી.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી| ગતસપ્તાહ દરમિયાન છીરી વિસ્તારમાં નજીવી બાબતે મારામારી થઇ હતી. ધોલ થાપટ અને મુઢમારની મારામારીમાં ડુંગરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે પ્રકરણના ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જેમાં પોલીસે છીરી ક્રિષ્ના પાર્કમાં રહેતા વસિમ ઉર્ફે સોનુ અબ્દુલ્લા રઝાક, અબ્દુલ્લા બાબર અબ્દુલ્લા અહમદ ખાન અને અબ્દુલ્લા કાદીર ઇસ્ફાક હુસેન મન્સુરીની ધરપકડ કરી હતી.

વાપી| વાપીનાચણોદ ગામે રહેતાં ડીમ્પલબેન જૈન શનિવારે પોતાના ઘરે હતા દરમિયાન ડુંગરામાં રહેતા સમતુલ્લા સીદીઉલ્લાખાને તેમની ઘરે જઇ તેમની છેડતી કરી હતી. જેને લઇ ભારે હોબાળો મચી ગયો હતો. મામલો વધુ વણસતા ડિમ્પલબેને સીદીઉલ્લાખાન વિરૂદ્ધ ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મારામારી પ્રકરણમાં 3 ની ધરપકડ કરાઇ

પરિણીતાની છેડતી થતાં પોલીસ ફરિયાદ

ન્યૂઝ ઈન બોક્સ