• Gujarati News
  • વાપી ગ્રામ્યમાંથી ‌~7.95 લાખની વીજ ચોરી ઝડપાઇ

વાપી ગ્રામ્યમાંથી ‌~7.95 લાખની વીજ ચોરી ઝડપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી ગ્રામ્યમાંથી ‌~7.95 લાખની વીજ ચોરી ઝડપાઇ

ભાસ્કર ન્યૂઝ.વાપી

ડીજીવીસીએલસુરત વિજિલેન્સની ટીમે શનિવારે વાપી ગ્રામ્ય વિસ્તારમાં વીજ જોડાણોની ચકાસણી કરી હતી. જેમાં 36 વીજ જોડાણોમાં ગેરરીતિ થતાં વીજ કંપનીના અધિકારીઓએ 7.95 લાખનો દંડ ગ્રાહકોને ફટકાર્યો હતો. જેના કારણે વીજ ગ્રાહકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. દિવાળી પૂર્વે ડીજીવીસીએલનું વીજ જોડાણોની ચકાસણીનું અભિયાન હાથ ધયું હતું.

વાપી શહેરમાં છેલ્લા થોડા સમયથી સુરત DGVCLની વિજિલેન્સની ટીમ દ્વારા વીજ જોડાણીની ચકાસણી હાથ ધરાય છે. શનિવારે પણ સુરત વિજિલેન્સની ટીમે 16 ટીમો બનાવી વાપી ગ્રામ્ય વિસ્તારના બગવાડા, સરોધી , દેગામ, કરાયા સહિત વિવિધ ગામોમાં ચકાસણી હાથ ધરી હતી.

કુલ 310 જેટલા વીજ જોડાણોની ચકાસણીમાંથી 36 વીજ જોડાણોમાંથી ગેરરીતિ બહાર આવી હતી. જેના કારણે સુરત વિજિલેન્સની ટીમે 7.95 લાખનો દંડ ફટકાર્યો હતો.