• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ . બારડોલી

ભાસ્કર ન્યૂઝ . બારડોલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . બારડોલી

સુરતજિલ્લા પોલીસે એક કારને અટકાવતા તપાસ કરતાં તેમાંથી 25800નો દારૂ મળી આવ્યો હતો. ચાલક કાર મૂકીને ભાગી છૂટ્યો હતો.

એલસીબી પોલીસે બાતમી આધારે શનિવારે બપોરના સમયે 12.45 વાગ્યે નાંદીડા ચોકડી પર વોચ ગોઠવી હતી. સમયે ઓપેલ કંપનીની કાર પસાર થતાં અટકાવવાની કોશીશ કરતા એના તરફ પૂરપાટ હંકારી જતા. પોલીસે પીછો કરતાં નાંદીડા ગામે અજાણ્યો ઈસમ કાર મુકી ભાગી ગયો હતો. કારની ડીકીમાં પોલીસે તપાસ કરતાં અંદરથી 282 નંગ બોટલ મળી આવી હતી. જેની કિંમત 25800 જ્યારે કારની કિંમત 1.25 લાખ મળી કુલે 1.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કારમાંથી 25 હજારનો દારૂ ઝડપાયો

જુ.ચે.ઇન્ટરનેશનલ દ્વારા ઇસ્ટોંલેશન સેરેમનીનું આયોજન

વાપી: ગુરૂવારેફોરચ્યુન ગેલેકક્ષી હોટલ સ્થિત ગુલમોહર બેંકવેટ હોલમાં જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા ૨૨મી ઇસ્ટોંલેશન સેરેમનીનું આયોજન કરાયું હતુ. કાર્યક્રમમાં મુખ્ય અતિથી રૂપે પિડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝના એલ.એસ.એન. રાવ, ઇન્સ્ટોલીંગ ઓફીસર જેસી દિવ્યાંગ નતાલી, પૂર્વ ઝોન પ્રમુખ હિ‌માદ્રી સિન્દાની ઉપસ્થિતીમાં વર્ષ ૨૦૧૪-૧પની કાર્યકરોની શપથવિધીનો કાર્યક્રમ યોજાયો હતો. નવી કાર્યકરી બેઠકમાં પ્રમુખ તરીકે જે.સી યોગેશ પંચાલ, સેક્રેટરી જે.સી. ચિરાગ પટેલ, આસિ. સેક્રેટરી જે.સી ડૉ. પરિત ભટ્ટ અને ખજાનચી તરીકે જે.સી. હિ‌તેશ પટેલની વરણી કરવામાં આવી હતી. મહિ‌લા વિંગના પ્રમુખ તરીકે જે.સી રાઇટ ચેયર પર્સન જીગીષા પંચાલે પણ શપથ ગ્રહણ કર્યા હતા.

બીલપુડી કોલેજમાં જીએસ તરીકે તૃપ્તિ પરમાર ચૂંટાયા

ભાસ્કર ન્યૂઝ. ધરમપુર

વનસેવા મહાવિદ્યાલય બીલપુડી બી.આર.એસ.કોલેજમાં સી.આર.એલ.આર.ની બિનહરીફ ચૂંટાયા પછી જી.એસ. (જનરલ સેક્રેટરી) ની ચૂંટણી તા.11.10.2014 ના રોજ સ્ડુડન્ટ કાઉન્સિલરના ચૂંટાયેલા પ્રતિનિધીઓની પ્રથમ સભા આચાર્ય જયંતિલાલ સી. પટેલની અધ્યક્ષતામાં યોજાઈ. જી.એસ તરીકે એસ.વાય.બી.આર.એસની વિદ્યાર્થીની તૃપ્તિકુમારી ચંદ્રસિંહ પરમાર હરિફ ઉમેદવાર કરતાં એક મત વધુ મળતાં વિજેતા થયેલા જાહેર કરવામાં આવ્યા. તૃપ્તિકુમારીને જી.એસ તરીકે ચૂંટાતા આચાર્ય તથા અધ્યાપકોએ અભિનંદન પાઠવ્યા હતા. એજન્ડા મુજબ જુદી જુદી સમિતિની રચના કરવામાં આવી. જેમાં નાણાં અને વિદ્યાર્થી કલ્યાણ સમિતિના તૃપ્તિ પરમાર જીમખાના સમિતિ પટેલ પરિમલ સામાજીક સાંસ્કૃતિ પ્રવૃતિ સમિતિ ભોયા સ્મિતાકુમારી સાહિત્ય વાદસભા જેવી બૌધિક પ્રવૃતિ સમિતિ વિજય