તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ડુંગરા પોલીસ સ્ટેશનનાે PSO ચાલુ ફરજે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાે

ડુંગરા પોલીસ સ્ટેશનનાે PSO ચાલુ ફરજે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાપોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે વલસાડના એઅેસપીએ ડુંગરા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી ત્યારે પીએસઓ દારૂ પીધેલી હાલતમાં જણાય આવતા તાત્કાલિક તેમની પાસેથી ચાર્જ લઇને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ડુંગરા પોલીસ સ્ટેશનના પીએસઓ રાજાપાટમાં મળી અાવતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી.

સોમવારે સમગ્ર જિલ્લામાં નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અતર્ગત વલસાડના એએસપી બલરામ મીણાને વાપી વિભાગનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. સોમવારે મોડી રાત્રે એએસપી મીણા અા અતર્ગત ડુંગરા પોલીસ સ્ટેશનની આકસ્મિક મુલાકાતે પહોંચી ગયા હતા. ડુંગરા પોલીસ સ્ટેશનના પીએસઓજમાદાર જયરામ ચીમન દારૂના નશામાં જણાતા એઅેસપીએ તાત્કાલિક તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ કર્યા હતા. સમગ્ર પોલીસ સ્ટેશનની જવાબદારી જેના હાથમાં હોય છે તેવા પીએસઓ ફરજ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં જણાતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. જમાદાર સામે ચાલુ ડયુટીએ દારૂનો નશો કરવાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ છે.