તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વડોલીગામે અદાવતમાં 2 ભાઇ ઉપર હુમલો કરાયો

વડોલીગામે અદાવતમાં 2 ભાઇ ઉપર હુમલો કરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીનાવડોલીગામે શનીવારે રાત્રે બાઇક ઉપર જઇ રહેલા બે ભાઇઓને આંતરીને બે કારમાં આવેલા દસથી વધુ ઇસમોએ લાકડા તથા લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો હતો. વાપીના વડોલીગામે સ્કૂલ ફળિયામાં રહેતા જિતેન્દ્ર અને તેમના ભાઇ મુકેશ પટેલ રાત્રીએ બાઇક ઉપર ઘરે જઇ રહ્યા હતા તયારે સ્કૂલ ફળિયા નજીક તેમની બાઇકને આંતરીને બે કારમાં આવેલા ઇસમોએ હુમલો કર્યો હતો. બંને ભાઇઅોને ગંભીર હાલતમાં હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટાઉન પોલીસ સ્ટેશનમાં જિતેન્દ્રએ આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, થોડા દિવસ અગાઉ વીજય ઇશ્વર પટેલ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો છે.