તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વલસાડઅબ્રામા મણીબાગ ખાતે શુક્રવારે રાત્રે ફરી પેંધા પડેલા તસ્કરોએ

વલસાડઅબ્રામા મણીબાગ ખાતે શુક્રવારે રાત્રે ફરી પેંધા પડેલા તસ્કરોએ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડઅબ્રામા મણીબાગ ખાતે શુક્રવારે રાત્રે ફરી પેંધા પડેલા તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો.

વાપીના મોરાઈ માં પેપર મીલમાં નોકરી કરતા વિપુલ હરીશ પટેલની વેગનઆર કારના કાચ તોડી રૂા.4000ની કાર ટેપ, હિતેનભાઈની વેગનઆર કારના કાચ તોડી રૂા. 12,000ની કાર ટેપ અને કેયુરભાઈની એસ્ટીમ કારના કાચ તોડી રૂા. 7000ની કારટોપની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ તસ્કરોએ દિપનારાયણ રામસ્વરૂપ સિંગની ઝેન એસ્ટીલો કાર અને કિરણ જેઠા ભાનુશાલીની સેન્ટ્રો કારને પણ ટાર્ગેટ બનાવી કારના કાચ તોડી કારટેપ ચોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફાવટ અાવતા ટેપની ચોરી કર્યા વિના તસ્કરો ફરાર થઈ ગયા હતા. એક સાથે પાંચ કારને તસ્કરોએ ટાર્ગેટ બનાવતા સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભોગ બનેલા તમામ લોકો સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે આવી પહોંચ્યા હતા.

વલસાડના અબ્રામામાં તસ્કરો બેફામ બન્યા, પાંચ કારને ટાર્ગેટ બનાવી