હેપ્પી બર્થ ડે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેપ્પી બર્થ ડે
જ્ઞાનગંગા સ્કૂલ કેરેમ સ્પર્ધામાં ઝળકી
વાપી|વાપી સ્થિત જ્ઞાનગંગા ઇગ્લિશ મિડિયમના વિદ્યાર્થીઓએ રાજય કક્ષાની શાળાકીય અંડર ૧૯ કેરમ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વડોદરા ખાતે યોજાયેલી સ્પધામાં જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં રાય દિપિકા (ધોરણ ૮) અને સેજલ અને કિરણ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. હવે આગામી સમયમાં રાય દિપિકા નેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.
વલસાડ પોલીસનો પ્રજાકીય પ્રશ્ન કાર્યક્રમ
વલસાડ|પોલીસ પ્રજાને કઈ રીતે મદદરૂપ થઈ શકે તે માટે પ્રજાના પ્રશ્નો સાંભળવા દરેક પોલીસ મથકોમાં આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો નામનો કાર્યક્રમ અમલમાં મુકાયો છે. જેના ભાગરૂપે વલસાડ સીટી પોલીસે સૌ પ્રથમ વાર કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. જેમાં ડોકટર, વકીલો અને મહિ‌લા સુરક્ષા સમિતી અને કોલેજના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કર્યા હતા. પરંતુ મહિ‌લાઓ સિવાય કોઈ ફરકયું હતું. પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર દૂર થાય તે માટે પ્રજાને પોલીસને લગતી કે પછી અન્ય કોઈ મુશ્કેલી હોય તો તે મુશ્કેલીઓને પણ દૂર કરવાની જવાબદારી પોલીસના શિરે આવી છે. પોલીસને લગતી ફરિયાદનો નિકાલ કરવા માટે તો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ અમલમાં મુકાયો છે પરંતુ પ્રજાની વિવિધ સમસ્યાઓને હલ કરવા માટે પણ પોલીસે સમાજ સેવાના નામે એક ડગલું ભર્યુ છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા દરેક પોલીસ મથકોમાં મહિ‌નાના છેલ્લા શનિવારે કાર્યક્રમ કરવાનો રહે છે. જેમાં પ્રજાને પોલીસ, ડોકટર કે વકીલને લગતા પ્રશ્નો હોય કે પછી મદદને લગતા પ્રશ્નો હોય તો તે તમામ પ્રશ્નોને સાંભળી તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.


જેથી વલસાડ સીટી પોલીસ મથકે પ્રથમ વાર યોજાયેલા આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો નામનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ડોકટર, વકીલ, મહિ‌લા સુરક્ષા સમિતી અને કોલેજના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસની નવી પહેલથી મોટેભાગના લોકો અજાણ હોવાથી માત્ર મહિ‌લાઓ કાર્યક્રમમાં આવી શકી હતી. જેઓએ મહિ‌લાઓની સુરક્ષાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેના પ્રત્યુત્તરમાં પીઆઈ ચૌધરીએ પણ મહિ‌લાઓના વિવિધ પ્રશ્નો અંગે સંતોષકારક માર્ગદર્શન આપ્યું હતું. આગામી મહિ‌નાના છેલ્લા શનિવારે વલસાડ શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને કાર્યક્રમને સફળ બનાવે એવો અનુરોધ પીઆઈ એમ.એન.ચૌધરીએ ક