• Gujarati News
  • દિવાળી પહેલા 16.4 કરોડનું કાળું નાણું પકડાયું

દિવાળી પહેલા 16.4 કરોડનું કાળું નાણું પકડાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોના પર ઉગામાશે સરવેનું શસ્ત્ર તેની વ્યાપક ચર્ચા વલસાડના બજારમાં

ભાસ્કરન્યૂઝ. વાપી

વલસાડઅને વાપીના બજારમાં હાલ આઇટીના સરવેનો ભારે ફફડાટ ફેલાયો છે. દિવાળી શરૂ થતાં હવે તહેવારોમાં કોના પર સરવેનું શસ્ત્ર ઉગામાશે તેના પર મોટા વ્યાપારીઓની મીટ મંડાઇ છે. દિવાળીના તહેવાર અગાઉ આઇટીના સરવેને પગલે બજારમાં હાલ આઇટીની ચર્ચા ચાલી રહી છે. જોકે, સરવેના પગલે વ્યાપારીઓ પાકા બિલ આપવાનો આગ્રહ પણ રાખી રહ્યા હોવાનું જણાઇ રહ્યું છે.

વલસાડ અને વાપી ઇન્કમટેક્સે ચાલુ નાણાકીય વર્ષે ત્રણ જેટલા સરવે હાથ ધર્યા છે. દિવાળી પહેલાં હાથ ધરેલા સરવેમાં કુલ ૧૬.૪ કરોડનું કાળુ નાણું ઝડપી પાડ્યું હતુ. વલસાડ આઇટીએ મંગલદીપ ગૃપના તમામ શોરૂમ પર અને વાપી આઇટીએ જ્વેલર્સો પર અને શ્રીજી સ્વીટ્સ પર સરવે હાથ ધર્યો હતો. સાથે સાથે બિલ્ડર પર પણ તેમણે સરવે હાથ ધરી અંદાજીત કરોડ જેટલું કાળુ નાણું ઝડપી પાડ્યું હતુ.

૨૨મી તારીખથી આઇટીમાં રજાનો માહોલ

વર્ષેદિવાળીમાં આઇટી, એક્સાઇઝ અને પીએફ ડિપાર્ટમેન્ટને થોડી રાહત મળે એવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકારની કચેરીઓમાં માત્ર દિવાળીની રજા રહેતી હોય છે, પરંતુ વર્ષે દિવાળી ગુરુવારે હોય શુક્રવારની રજા સાથે જોડાય એવું લાગી રહ્યું છે. તેમજ એક દિવસ અગાઉ પણ રજા લઇ શકાય એવું પણ જાણવા મળ્યું છે. આઇટી ડિપાર્ટમેન્ટમાં ૨૨ થી ૨૬ તારીખ સુધી રજાનો માહોલ રહેશે. ત્યાર બાદ ૨૭મીને સોમવારે ઓફિસ ખુલે એવું જાણવા મળ્યું છે. ત્યારે ૨૧મીએ પણ સર્ચ સરવે હાથ ધરાય એવું લાગી રહ્યું છે.