• Gujarati News
  • ટ્રેન અને એસટી બસો ફુલ થતાં મુસાફરો ખાનગી લકઝરીના સહારે વતન તરફ

ટ્રેન અને એસટી બસો ફુલ થતાં મુસાફરો ખાનગી લકઝરીના સહારે વતન તરફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{દિવાળી વેકેશનના પ્રારંભે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની એસટી બસો ફૂલ

{ ટ્રેનમાં જવા રિઝર્વેશન મળવું મુશ્કેલ, વેકેશન પડતા અનેક પરિવારો વતન તરફ રવાના

ભાસ્કરન્યૂઝ.વાપી

વાપીઅને વલસાડ જિલ્લાની શાળાઓમાં સોમવારથી વેકેશન પડતાની સાથે લોકો વતન તરફ જઇ રહયા છે,પરંતુ ટ્રેન અને એસટી બસમાં રિઝર્વેશન મળ‌તાં મુસાફરો વધારે ભાડુ આપી ખાનગી લકઝરી બસ મારફતે વતન જઇ રહયાં છે. વલસાડ ડિવિઝન દ્વારા વધારાની બસો દિવાળી વેકેશનમાં દોડાવતાં મુસાફરોને રઝળવા જેવી સ્થતિનું નિમાણ થયું છે.

વાપી એસટી ડેપોની દિવ,ચાણસ,સોમનાથ અને મહારાષ્ટ્ર તરફની બસોમાં હાલ રિઝર્વેશન મળવું મુશ્કેલ બન્યું રહયું છે. ડેપો દ્વારા વધારાની બસો માટે એસટી નિગમ પાસે પરવાનગી લેવામાં આવી હતી,પરંતુ મંજૂરી મળતાં મુસાફરોની હાલત કફોડી બની છે. એસટી બસો અને ટ્રેનોમાં રિઝર્વેશન મળતાં આખરે મુસાફરોએ વધારે ભાડુ આપી લકઝરી બસમાં વતન તરફ જવાની ફરજ પડી રહી છે. સોમવારથી વેકેશનનો પ્રારંભ થતાંની સાથે મુસાફરોને અગવડતાનો સામનો કરવો પડી રહયો છે. ખાનગી લકઝરી ચાલકો મુસાફરો પાસે બમણું ભાડુ લઇ રહયા છે. મુસાફરો પાસે અન્ય કોઇ વિકલ્પ રહેતા ખાનગી ટ્રાવેલ્સમાં વતન જઇ રહયા છે. જેના કારણે મુસાફરોમાં પણ નારાજગી પ્રસરી રહી છે.

એકસ્ટ્રા બસો ફાળવતાં ટ્રાવેલ્સને બખ્ખા

એસટીનિગમદ્વારા દિવાળી વેકેશન માટે વધારાની બસો વાપી ડેપોને ફાળવવામાં આવી નથી. ઉપરાંત વાપી ડેપોની બસો અન્ય ડેપોમાં ફાળવવામાં આવી છે. જેની સીધી અસર મુસાફરો પર થઇ રહી છે. ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો જેનો લાભ લઇ રહયા છે.

હાલ રિઝર્વેશન મળશે નહી

વાપીડેપોમાં હાલ દીવ,સોમનાથ,ચાણસ્મા ,સારવકુંડલા બસોમાં રિઝર્વેશન મળી શકે તેમ નથી. તમામ રૂટો એકદમ ફુલ છે. જૂના રિઝર્વેશન સિવાય અન્ય નવા મુસાફરોને ટિકિટ મેળવવી મુશ્કેલ છે. લાંબા રૂટ માટે મોટા ભાગની એસટી બસો ફુલ છે. > ગીરીશપટેલ, ડેપોમેનેજર, વાપી

સોમનાથજવા ખાનગી બસ વિકલ્પ

સોમનાથજવા માટે હાલ ટ્રેન કે એસટી બસમાં ટિકિટ મ‌ળતી નથી. બંને જગ્યાએ રિઝર્વેશન મળતું નથી,જેથી મુંબઇથી સોમનાથ કે સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસોનો સહારો લેવો પડે છે. વાપીની ખાનગી ટ્રાવેલ્સમાં ટિકિટ ઝડપથી મળવી મુશ્કેલ છે. કારણ કે મુંબઇથી પણ ખાનગી લકઝરી ફુલ આવી રહી છે. > બિપિનભાઈભાઠુ, મુસાફર,સોમનાથ

બિપિનભાઇભાઠુ,મુસાફર, સોમનાથ