• Gujarati News
  • રોટરી કલબના સભ્યોમાં એક પત્ર ફરતો કરાયો છે જેમાં તબીબ પર આડાસંબંધોનું આળ મુકાયું

રોટરી કલબના સભ્યોમાં એક પત્ર ફરતો કરાયો છે જેમાં તબીબ પર આડાસંબંધોનું આળ મુકાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોટરી કલબના સભ્યોમાં એક પત્ર ફરતો કરાયો છે જેમાં તબીબ પર આડાસંબંધોનું આળ મુકાયું
ભાસ્કરન્યૂઝ. વાપી
વાપીરોટરી ક્લબ ઓફ વાપી સંચાલિત હરિયા હોસ્પિટલમાં વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનો વહીવટ થાય છે. જેના સંચાલન માટે અને રોટરી ક્લબમાં સત્તા મેળવવું એક ગૌરવની વાત છે. ત્યારે સત્તા મેળવવા કેટલાક તત્વો નીચલી કક્ષાના રાજકારણ પર ઊતરી આવ્યા છે. રોટરીના ઉચ્ચ સભ્ય અને હરિયાના ટ્રસ્ટી એવા એક ડોક્ટર પર ચાિર�ય પર છાંટા ઉડાવતી પત્રિકા રોટેરિયનોને મોકલાઇ છે.
વાપીની રોટરી ક્લબ આંતરરાષ્ટ્રિય કક્ષાએ ઝળકી છે. વાપી રોટરી ક્લબના પાસ્ટ પ્રેસિડન્ટ કલ્યાણ બેનર્જી રોટરીના આંતરરાષ્ટ્રિય પ્રેસિડન્ટ પણ બની ચૂક્યા છે. ક્લબની હોસ્પિટલ પર આધિપત્ય જમાવવા કોઇ લોબી કે કોઇ એકલ દોકલ વ્યક્તિ દ્વારા રાજકારણની હદ પાર થઇ રહી છે. સામે આવીને લડવાની તાકત ધરાવનારા આવા તત્વોએ સભ્ય સમાજના ડોક્ટર પર અને સભ્ય સમાજની ગૃહિ‌ણીના ચાિર�ય પર છાંટા ઉડાવતી એક પત્રિકા ફરતી કરી છે. જેથી હાલ વાપીના સભ્ય સમાજમાં ચકચાર મચી ગઇ છે. રોટરી ક્લબમાં વાપીના અનેક સભ્ય સમાજના વ્યક્તિઓ જોડાયા છે. વાપીના ક્લબ જૂનામાં જૂની ક્લબ છે. ક્લબની ખાસિયત છે કે, તેમના દ્વારા છેલ્લા 36 વર્ષથી હરિયા એલ જી રોટરી હોસ્પિટલ ચલાવાઇ રહી છે. તેનું સંચાલન રોટરી ક્લબના હાથમાં છે. રોટરી ક્લબમાં સત્તા મેળવવા વાપીના ખ્યાતનામ લોકો તલપાપડ બનતાં હોય છે.
સત્તાની લડાઇમાં કોઇ વ્યક્તિ ભાન ભૂલી પત્રિકા ફરતી કરવા જેવું હિ‌ન કૃત્ય કરી રહી છે.
રોટરી સંચાલિત હોસ્પિટલમાં ગંદા રાજકારણનો પ્રવેશ
હરિયા હોસ્પિટલમાં સત્તા મેળ‌વવા માટે તબીબના ચાિર�ય પર કાદવ ઉછાળ્યો !
બિલીમોરાથી પોસ્ટ થઇ પત્રિકા
રોટેરિયનોનાઘરેઆવેલી પત્રિકા બિલીમોરાથી પોસ્ટ કરી છે. જેને લઇ કૃત્ય સ્થાનિક વ્યક્તિનું હોવાનું જણાઇ છે. વાપી રોટરી ક્લબ સાથે જોડાયેલા કોઇ વ્યક્તિ કે ગૃપ દ્વારા કૃત્ય થયું હોવાની પ્રતિતિ થઇ રહી છે.
ખોટાનામ લખાયા
બોગસપત્રિકામાંનીચે ખોટા નામ લખાયા છે. જેમાં રોટરીના સભ્યોના નામ/અટક બદલીને લખાયા છે. પત્રિકા લખવામાં સંજય પટેલ, આશિષ શાહ અને રમેશ ગાંધીનો ઉલ્લેખ કરાયો છે. જે પણ શંકાઓ ઉપજાવે છે.
કોણ હોઇ શકે પત્રિકા લખનાર
રોટરીક્લબઓફ વાપી 40 વર્ષ જૂનું ક્લબ છે. ક્લબમાં હાલ 85 સભ્યો છે. વાપીના ધનાઢય ક્લબ ગણાતા ક્લબમાં સત્તા મેળવવા કોઇ પણ વ્યક્તિ હવાતિયા મારી શકે છે. જે વ્યક્તિ રોટ