• Gujarati News
  • આલીપોરમાં ૩૫ હજારના ડ્રેસ લઈ કારચાલક ફરાર

આલીપોરમાં ૩૫ હજારના ડ્રેસ લઈ કારચાલક ફરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી ચીખલી નેશનલ હાઈવે નં. ૮ ઉપર આલીપોર ગામ પાસે આવેલ મેટ્રો હોટલના કંપાઉન્ડમાંથી એક કારચાલક કારમાં બેસેલા બે પેસેન્જરોને છેતરી કારમાં મુકેલ ડ્રેસ લઈ રફૂચક્કર થઈ ગયો હતો. મહંમદ ખાલીદ અનસારી મુસ્લિમ (રહે. ભીવંડી) સુરતના કડોદરા ચોકડીથી વાપી જવા માટે એક કારમાં લિફટ લઈ બેસી ગયેલ અને ત્યાંથી તેઓ ચીખલી આલીપોર ગામ પાસે આવેલ મેટ્રો હોટલના કંપાઉન્ડમાં ગાડીમાં મુકેલ પંજાબી ડ્રેસ નંગ ૬૭ જેની અંદાજિત કિંમત રૂ. ૩૫,૭૮૦ જેટલી થાય છે તે મુકી આલીપોર ગામ પાસે આવેલ મેટ્રો હોટલમાં બેઠા હોય તે સમયે કારચાલક (જેના નામઠામની ખબર નથી)તેમની સાથે બેસેલ મહંમદ ખાલીદની પંજાબી ડ્રેસ ભરેલી બેગ કે જે ગાડીની ડીકીમાં મુકી હતી તે ગાડી લઈ ત્યાંથી રફૂચક્કર થઈ ગયો હતો. જેની ફરિયાદ ચીખલી પોલીસમાં આપી હતી.