• Gujarati News
  • વલસાડ શિક્ષણ વિભાગે હેલ્પલાઇન શરૂ કરી, 12 માર્ચથી પરીક્ષા

વલસાડ શિક્ષણ વિભાગે હેલ્પલાઇન શરૂ કરી, 12 માર્ચથી પરીક્ષા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ તાણના કારણે કોઇ મોટુ પગલુ ભરવાનો વિચાર કરતા હોય છે, આવી ઘટનાઓ અટકાવવા જિલ્લા શિક્ષણ વિભાગે અત્યારથી હેલ્પલાઇન શરૂ કરી દીધી છે. હેલ્પલાઇન મારફતે મોટી શાળાઓના આચાર્યો અને સાથી શિક્ષકો વિદ્યાર્થીઓને તાણમાંથી મુકત કરી પરીક્ષાની તૈયારી વિશે માર્ગદર્શન આપશે.

વલસાડ જિલ્લામાં 12 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. બોર્ડની પરીક્ષાને હજુ એક માસ જેટલો સમય છે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત છે,ત્યારે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન શરૂ કરી દીધી છે. હેલ્પલાઇન મારફતે વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે, ઉપરાંત તાણ અનુભવતા વિદ્યાર્થીઓ અન્ય કોઇ પગલુ ભરે તે માટે આચાર્યો અને નિષ્ણાત શિક્ષકો વિદ્યાર્થીઓને મદદરૂપ થશે.

જેમાં કોઇ પણ વિષયમાં કે જૂના પ્રશ્રપત્ર બાબતે મૂંઝવણ અનુભવતા વિદ્યાર્થીઓ હેલ્પલાઇન મારફતે માહિતી મેળવી શકશે. માનસિક તાણ અનુભવતા વિદ્યાર્થીઓને હેલ્પલાઇનનો વધુ ઉપયોગ કરવા શિક્ષણ વિભાગ દ્વારા એક અખબારયાદીમાં જણાવાયું છે.