• Gujarati News
  • હવે સાહેબોની સાથે અરજદારોને પણ શૌચાલયની સુવિધા મળી

હવે સાહેબોની સાથે અરજદારોને પણ શૌચાલયની સુવિધા મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીમામલતદાર કચેરી અને વાપી તાલુકા પંચાયતની કચેરીમાં માત્ર સાહેબો માટે શૌચાલયની સુવિધા હોવાથી અરજદારોને મુશ્કેલી પડતી હોવા અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરે રજૂ કર્યો હતો, અહેવાલ બાદ વાપી મામલતદાર કચેરીમાં હવે અરજદારો માટે પણ શૌચાલયની સુવિધા ઊભી કરવામાં આવી છે. અરજદારેને શૌચાલય જવા માટે બોર્ડે પણ લગાડી દેવામાં આવ્યાં હતાં. જેને લઇ રાજય સરકારની શૌચાલય યોજના સાર્થક થઇ છે.

રાજય સરકારે એક પણ પરિવાર શૌચાલય વગરનો રહે તેવી નેમ લઇ સમગ્ર રાજયમાં શૌચાલયની કામગીરી હાથ ધરાઇ છે, આવા સમયે ખુદ વાપી તાલુકા પંચાયત અને વાપી મામલતદાર કચેરીમાં અરજદારો માટે શૌચાલય કયાં છે તેની કોઇને ખબર હતી. કચેરીમાં માત્ર સાહેબોની ઓફિસમાં શૌચાલયની સુવિધા આપવાની છે, અરજદારો ઓફિસમાં શૌચાલય જવાનું ટાળતા હોય છે.આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં આવ્યા બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. હાલ વાપી મામલતદાર કચેરીમાં અરજદારો માટે શૌચાલયની સુવિધા માટેના બોર્ડે પણ લગાડી દેવામાં આવ્યાં છે, જેના કારણે કચેરીમાં આવતાં અરજદારોને શૌચાલયની સુવિધા મળી રહેશે.વાપી મામલતદાર કચેરીમાં શૌચાલયની સુવિધા હોવાનો મુદો ભારે ચર્ચામાં આવ્યો હતો.



નોટિસ બોર્ડ પર શૌચાલય અંગે સૂચના મુકાઈ

કચેરીમાં નવા શૌચાલય બનશે

વાપીમામલતદારકચેરીમાં નવા શૌચાલય બનાવવા અંગેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે, પરંતુ માસ બાદ કચેરીનું નવી કચેરીમાં સ્થાળાંતર થવાનું છે, જેના કારણે અહી નવી કોઇ કચેરી બનતાં અરજદારોને પહેલેથી શૌચાલયની સુવિધા મળી રહેશે. અહી નવા શૌચાલય બને તો સરકારની શૌચાલયની યોજના સાર્થક થશે એવું માનવામાં આવે છે.