• Gujarati News
  • હવે મનીઓર્ડરમાં લાગણીઓને કોઈ સ્થાન રહ્યું નથી

હવે મનીઓર્ડરમાં લાગણીઓને કોઈ સ્થાન રહ્યું નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેટનાસમયમાં પોસ્ટ ખાતાએ પણ હાઈટેક ડગ માંડતા હવે દાયકાઓ પૂરાણી મનીઓર્ડર સેવામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેનાથી સાતથી દશ દિવસમાં પોતાને સ્વજનને મળતો મનીઓર્ડર હવે માત્ર બીજા દિવસે મળી જશે. પરંતુ હવે જે મનીઓર્ડર પહોંચશે તેમાં લાગણીઓને અભાવ જોવા મળશે.દાયકાઓથી ચાલી આવતી મનીઓર્ડર સેવામાં નાણાની સાથે સાથે ઘરના જરૂરી કામકાજ અંગેની વિગત પણ અત્યાર સુધી મોકલી શકાતી હતી પરંતુ હવે નવા નામથી ચાલુ થયેલી ઈએમઓ સેવામાં લાગણીઓને કોઈ સ્થાન રહેશે નહી.

હિન્દી ફિલ્મોમાં ડાકીયા ડાક લાયા ગીત ઘણું પ્રચલિત થયું હતું. જેમાં પત્રની સાથે મનીઓર્ડરની વાત પણ લાગણી સાથે સમાવી લેવામાં આવતી હતી. પરિવારના ગુજરાન માટે દર મહિને મનીઓર્ડરની રાહ જોતા સ્વજનોના હાથમાં જયારે મનીઓર્ડર આવે એટલે અાંખમાંથી હરખના આંસુ નીકળી આવતા હતા. જેમા સાથે ઘરના જરૂરી કામકાજ અંગેની વિગત પણ મોકલી શકાતી હતી. પરંતુ હવે સમયના પ્રવાહની સાથે મનીઓર્ડરની સેવા પણ આધુનિક બનતા લોકોને ઝડપી સેવા મળશે. જેથી ઉત્તર પ્રદેશ કે બિહાર જેવા રાજયોમાં સાતથી દશ દિવસમાં પહોંચતો મનીઓર્ડર હવે બીજા દિવસે મળી જશે. પરંતુ હવે મનીઓર્ડરમાં પોતાના સ્વજનોને જરૂરી કામ કાજ કે ઘરની ખબર અંતર પૂછી શકાતો પત્ર મોકલી શકાશે નહી. માત્ર નાણા મોકલી શકાશે. જે મનીઓર્ડર કરવામાં આવશે તેની ફીઝીકલ કોપી પોસ્ટ ખાતા પાસે રહેશે. માત્ર ઈન્ટરનેટ દ્વારા નાણા મોકલી શકાશે. સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે પોસ્ટ ખાતાએ ઈએમઅો (ઈલેકટ્રીક મની ઓર્ડર) તરીકે નવા નામથી ઓળખાતી સેવા ચાલુ કરી છે જેમાં હવે લાગણીને કોઈ સ્થાન રહ્યું નથી. પરંતુ સેવા ઝડપી બની છે. જિલ્લામાં સૌથી વધુ મનીઓર્ડર વાપીની ટાઉન અને જીઆઈડીસી શાખામાંથી થતાં હોવાનું જાણવા મળી છે. વાપીમાં કામદારોની સંખ્યા તેના માટે કારણભૂત છે.

વલસાડ પોસ્ટમાં અત્યાર સુધી બંને સિસ્ટમ ચાલુ હતી

વલસાડહેડપોસ્ટ ઓફિસમાં અત્યાર સુધી નવી અને જુની બંને પધ્ધતિથી મનીઓર્ડર કરવામાં આવતા હતા. પરંતુ હવેથી દાયકાઓ પૂરાણી પધ્ધતિથી થતી મનીઓર્ડરની સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે. હવે માત્ર ઈએમઓ પધ્ધતિથી મનીઓર્ડર કરી શકાશે. અચાનક થયેલા ફેરફારથી લોકો ગુંચવાઈ રહ્યા છે. ઈન્ટરનેટ અને ઓનલાઈન બેકિંગની સુવિધા વચ્ચે પણ આજે અન્ય રાજયમાંથી આવેલા લોકો મનીઓડર દ્વારા પોતાના સવ્જનને રૂપિયા મોકલાવવાતા હોય છે.

મનીઓર્ડરમાં સ્વજનોને સંદેશા મોકલાતા હતા

>માતા પિતાને: હુંઅહી રાજી ખુશીથી રહું છું તમે તમારી તબિયત સાચવજો.બહેનના લગ્ન માટે પૈસા મોકલાવું છુ, તેની બચત કરજો.

>પત્નીને: કરાતામનીઓર્ડરમાં બાળકોનું ભણવાનું કેમ ચાલે છે. શાળાની ફી ભરી દેજો અને બાળકોને ભણાવવામાં ધ્યાન અાપજે.

>મિત્રને: કરાતામનીઓર્ડરમાં સાથે સાથે તેને જન્મદીન કે શુભ પ્રસંગની શુભેચ્છાઓ અપાતી હતી



કોડ સિસ્ટમના આધારે જરૂરી માહિતી મોકલી શકાશે

^પહેલા સાતથી દશ દિવસમાં મળતા મનીઓર્ડર હવે બીજા દિવસે મળી જશે. પહેલાના મનીઓર્ડરમાં જે કામકાજને લગતી વિગતો લખવામાં આવતી હતી તે હવે મોકલી શકાશે નહી. પરંતુ પોસ્ટ ખાતાએ 1 થી 12 જેટલા કોડ આપ્યા છે. જેમાં મહત્વના કામકાજની વિગતો દર્શાવવામાં આવી છે. જેથી જે બાબત જરૂરી હોય તેનો કોડ પસંદ કરી લખવાનો રહેશે. જે કોડના આધારે સ્વજનો જરૂરી કામની બાબત સમજી જશે. પહેલા મનીઓર્ડમાં સીધે સીધું શબ્દ દ્વારા પોતાની લાગણી સ્વજનને રજૂ કરાતી હતી. જે હવે આધુનિક સમય સાથે કોડમાં તબ્દીલ થઈ છે. > એસ.આર.પરમાર,હેડઓફિસના ઓફિસ આસિસ્ટન્ટ, વલસાડ