• Gujarati News
  • પ્રદૂષણ મીટરના મુદ્દે GPCB સામે ઉદ્યોગોમાં આક્રોશ

પ્રદૂષણ મીટરના મુદ્દે GPCB સામે ઉદ્યોગોમાં આક્રોશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીપીસીબીએ17 પ્રકારના અતિ પ્રદૂષિત ઉદ્યોગોને તારવી દેશભરના આવા ઉદ્યોગોને પ્રદૂષણ મિટર લગાવવાની તાકીદ કરી છે. તેમની સૂચનાનું જીપીસીબી દ્વારા આંધળુ અનુકરણ કરાઇ રહ્યું હોવાની પ્રતિતિ વાપીમાં થઇ રહી છે. જીપીસીબીએ વાપીની ૫૩ કંપનીઓને પ્રદૂષણ મિટર લગાવવા ક્લોઝર ડાયરેક્શન આપ્યા છે. ૫૩ પૈકી કેટલાક ઉદ્યોગોએ પ્રદૂષણ મિટર લગાવ્યા છે, કેટલાક નાના ઉદ્યોગો અને પેપરમિલ અતિ પ્રદૂષિત ઉદ્યોગની કેટેગરીમાં આવતા હોવાનું વાપીના ઉદ્યોગપતિઓ જણાવી રહ્યા છે. જેના માટે હવે હવે નાના ઉદ્યોગો અને પેપરમિલ એસોસિએશને ક્લોઝર ડિરેક્શન ઉઠાવવા રજૂઆત કરી છે.

સીપીસીબીની સૂચના મુજબ જીપીસીબી ગાંધીનગરે વાપી જીપીસીબીને સૂચના આપી હતી. સૂચનામાં જે કંપનીઓએ પ્રદૂષણ મિટર લગાવ્યા હોય તેમની યાદી મંગાવાઇ હતી. યાદીમાં વાપી જીપીસીબીએ ૫૩ કંપનીઓના નામ સૂચવી દીધા હતા. ૫૩ કંપનીઓ પૈકી યુપીએલ, બાયર જેવી અનેક મોટી કંપનીઓએ પ્રદૂષણ મિટર લગાવી દીધા હોવાનું જાણવા મળ્યું છે. સિવાય નાની કંપનીઓ અતિ પ્રદૂષિત ઉદ્યોગની યાદીમાં આવતી નથી. તેમજ પેપરમિલો પણ અતિ પ્રદૂષિત ઉદ્યોગોની યાદીમાં આવતી નથી. ત્યારે જીપીસીબીની કામગીરી સામે ઉદ્યોગોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમજ છૂપો ડર પણ જોવા મળ્યો છે. વીઆઇએની નોટિસ બાદ સૌ પ્રથમ જે કંપનીઓએ પ્રદૂષણ મિટર લગાવ્યું છે, તેમના દ્વારા જીપીસીબીને રજૂઆત થઇ હતી. તેની સાથે પેપરમિલ અને નાના ઉદ્યોગો પણ ક્લોઝર ડિરેક્શનની નોટિસ પાછી ખેંચવા રજૂઆત કરી રહ્યા છે. જેના પગલે વાપી જીપીસીબીઅે આપેલી કેટલીક નોટિસો ખોટી ઠરી રહી હોવાનું લાગી રહ્યું છે. કંપનીઓની એક બેઠક વાપી વેસ્ટના ડિરેક્ટરોએ બોલાવી હતી.

બેઠકમાં તમામ કંપનીઓએ પોતાની રીતે ક્લોઝર ડિરેક્શનનો જવાબ આપવાનો નિર્ણય લેવાયો હતો.







રિસાયકલ પેપરમિલ અતિ પ્રદૂષિત ઉદ્યોગ નથી

વાપીપેપરમિલએસોસિએશને જીપીસીબીને એક લેખિત રજૂઆતમાં જણાવ્યું કે, પેપરમિલો ત્રણ પ્રકારની હોય છે. ફોરેસ્ટ બેઇઝ પેપરમિલ જે લાકડામાંથી પેપરનો માવો બનાવે, એગ્રો બેઇઝ પેપરમિલ જે ખેત પેદાશોમાંથી પેપરનો માવો બનાવે અને રિસાયકલ ફાઇબર બેઇઝ પેપરમિલ જે વેસ્ટ પેપરમાંથી માવો બનાવતી હોય છે. વાપીની પેપરમિલો રિસાયકલ પેપરમાંથી પેપર બનાવે છે. જે અતિ પ્રદૂષિત ઉદ્યોગોની કેટેગરીમાં નથી આવતી. ત્યારે વાપીની પેપરમિલો પરથી ક્લોઝર ડિરેક્શન ઉઠાવી લેવા તેમણે રજૂઆત કરી છે.