કેતન ભટ્ટ. વાપી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેતન ભટ્ટ. વાપી

વાપીશહેરના પોઝ વિસ્તાર ગણાતા ચલા વિસ્તારમાં ઉનાળાના સખત તાપ વચ્ચે ઓછા પ્રેશરથી પાણી આવતાં લોકોએ ટેન્કર મારફતે પાણી મંગાવવાની ફરજ પડી રહી છે, ચલાના 10થી વધુ એપાર્ટમેન્ટોમાં પુરતા પ્રમાણમાં પાણી અાવતાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે.પાલિકા પ્રમુખ હાર્દિક શાહના વોર્ડમાં કેટલાક એપાર્ટમેન્ટોમાં ત્રણ ટેન્કરો જેટલી પાણીની જરૂરિયાત સામે માત્ર એક ટેન્કર જેટલુ પાણી આપવામાં આવતું હોવાની બુમો સ્થાનિક રહીશો પાડી રહયા છે,લોકોની જરૂરિયાત કરતાં 50 ટકા પાણી પાલિકા દ્વારા અપાતુ હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહયા છે.

વાપી શહેરના ચલાના 10થી વધુ એપાર્ટમેન્ટોમાં ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાની બૂમો ઉઠી રહી છે, જરૂરિયાત વધતાં સતત ટેન્કરો મારફતે પાણીની સપ્લાય થઇ રહી છે. હાઇડ્રોલિક ઇજનેર પાણીનો પ્રોજેકટ પૂર્ણ થતાં લોકોને પુરતા પ્રેસરથી પાણી મળી રહશે એવો દાવો કરી રહયા છે, પરંતુ કેટલાક સ્થળોએ લાઇન નાખવાની પણ બાકી છે, આવા સંજેાગોમાં અહી રહેતા લોકોને પાણી કયારે મળશે તે પ્રશ્ર ઉઠી રહયો છે.