• Gujarati News
  • ધરમપુર શહેરમાંથી પસાર થતી સ્વર્ગવાહીની નદી ઉપરના પુલનુ સને 1893માં

ધરમપુર શહેરમાંથી પસાર થતી સ્વર્ગવાહીની નદી ઉપરના પુલનુ સને 1893માં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર શહેરમાંથી પસાર થતી સ્વર્ગવાહીની નદી ઉપરના પુલનુ સને 1893માં તત્કાલીન મહારાજા મોહદેવજી નારણદેવજીની વિનંતીને માન આપી સુરતના ગર્વનરના હસ્તે ખાતમુહર્ત કરાયું હતું. વાપી ધરમપુર રોડ ઉપર આવેલો 122 વર્ષ વટાવી ચૂકેલા પુલના નવીનીકરણ માટે સરકાર તરફથી રૂ.5.50 કરોડની સૈધ્ધાંતીક મંજુરી મળી છે. જયારે પુલથી થોડા અંતરે આવેલા કાળા પુલને પણ 1.50 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.

માટે પણ 1.50 કરોડની મંજુરી મળી છે. અંત્રેના માર્ગ અને મકાન ખાતાના ઇજનેરના જણાવ્યાનુસાર અંગે બોર ડેટા વગેરે લેવાની કાર્યવાહી પુર્ણ થયા બાદ ટેન્કર પ્રકિયા જારી કરવામાં આવશે. રાહદારીઓ અને વાહનોની અવિરત અવરજવર ધરાવતા મહત્વના ગણાતા બંને પુલો નવીનીકરણ માટે પ્રજાજનોમાંથી બૂમરાણ ચાલી આવી હતી. તાજેતરમાં તેના નવીનીકરણ માટે મળેલી સૈધ્ધાંતિક મંજૂરીના પગલે લોકોમાં આનંદની લાગણી છવાઇ છે.